કોરોનાનો કહેર (ભયાનક કલ્પના)
કોરોનાનો કહેર (ભયાનક કલ્પના)
(જયારે આ પૃથ્વીએ માસ્ક પહેરેયો છે અને કોરોનાના વાયરસ રૂપી દાનવથી ત્રાસી ગયેલી દુનિયાના સંદર્ભે આ વાર્તા હું રજૂ કરું છું જે સંપૂર્ણ કાલ્પનિક છે.)
બાર એપ્રિલ રવિવારનો દિવસ અમુક પરિવારો માટે કાળમુખો દિવસ હતો. એક મોટા શહેરમાં અગિયાર પરિવારો ઉપર દુઃખના ડુંગર તૂટી પડ્યા હતા. શહેરની મોટી હોસ્પિટલ સામે ઊભા આ પરિવારો ત્રાહિમામ રુદન કરી રહ્યા હતા. અઢાર વર્ષીય યુવતી ચિસુ પાડીને રડી રહી હતી. આંખોમાં આંસુ, કેશ જેમ તેમ વિખાયેલા અને દુઃખ તો જાણે દુનિયાભરનું તેના પર તૂટી પડ્યો હોય. સુંદર અને સુશીલ યુવતી અતિ રુદન કરી રહી હતી. બે લેડિસ પોલીસએ તેની બાહો જકડી રાખી હતી. બે લેડિસ પોલીસની સામે એક મોટા પોલીસ અધિકારી ઊભા હતા. રડતી રડતી છોકરી ઘૂંટણભેર પડી અને રડતી રડતી માથું ધરતી પર મૂકી વિલાપ કરતી બોલી "નહીં મ્મી-પપ્પા હું તમારા વગર ક્યાં જઈશ?" તેના વિલાપો અને રડવાથી પોલીસ વડાની આંખોમાં પણ પાણી ફરી આવ્યા. "નહીં મ્મી..... પપ્પા....."
ત્રણ મહિના પહેલા.....
એકત્રીસ ડિસેમ્બર મંગળવારની રાત્રીએ ભુજ શહેરની કચ્છ યુનિવર્સિટીની કોલેજના વિધાર્થીઓ રાત્રીના દસ વાગે એકઠા થઇ, નવા વર્ષનું સ્વાગત કરવા તૈયાર હતા; 'ફ્રેન્ડ્સ ગ્રુપ' ના લીડર દીપેશે પોતાના ઘરે પાર્ટીનું આયોજન કરેલ. આજે પ્રથમ વખત કોલેજની 'ટોપ સ્ટુડન્ટ' માયા પણ આ પાર્ટીમાં જોડાઈ હતી. માયા સુંદરતા અને સંસ્કારમાં પણ અવલ્લ જ હતી. તેની ચાર આંખો તેની ઓળખ હતી; 'મિસ ચશ્મિસ' તરીકે ઓળખાતી માયા બહુ ફેસની નહીં પણ માધ્યમ રીતની ફેશની હોવાથી ફ્રેન્ડ્સ સર્કલમાં અને ઘરમાં પણ માનીતી હતી. અગિયાર વાગીને ચાલીસ થઇ ગઈ હતી. "ચાલો ફ્રેન્ડ્સ તૈયાર થઇ જાઓ.... જેની આપણે રાહ જોઈ રહ્યા છીએ તે ઘડી આવી ગઈ છે.... લેટ્સ એન્જોય.." દીપેશ બોલ્યો.
"ચાલો.... ચાલો..." એક-બીજા સામે જોઈ બધા સ્ટુડન્ટ બોલ્યા અને દોડી ટેરેસ પર પોહોંચ્યા. બાર વગવામાં દસ સેકન્ડની વાર હતી ત્યારે બધા એક સાથે કોઉન્ટડાઉ કરવા લાગ્યા. "દસ....નવ....આઠ.... સાત....છ..... પાંચ.....ચાર....ત્રણ...બે....હેપી ન્યુ યર..." આ સાંભળતા સાથે દીપેશે રોકેટ અસમાનમાં મૂકી..બીજી તરફ હિરેને બિયરની બોટલ ખોલી. ગગનમાં ઉંડેલી રોકેટમાં 'વેલકમ ૨૦૨૦' લખેલું હતું. એક વાગ્યા સુધી મજા માણ્યા બાદ માયાને યાદ આવ્યું કે 'અરે મને તો સાડા બારે ઘરે પોહોચવાનું હતું.' પોતાની બેસ્ટ ફ્રેન્ડ દીપ્તિને બાય કહી દોડતી ચાલી ગઈ.
ઘરમાં પ્રવેશતા જ માયાના પપ્પા તેની રાહ જોઈ જ ઊભા હતા. સામેની ખુરશીમાં મ્મી પણ બેઠા હતા. શહેરના પુલિસ વડા દલપતજીની મૂછોથી જ ગુનેગારો કંપી ઉઠતા પણ દીકરીના પ્રેમમાં આંધળો બાપ દીકરી સામે લાચાર થઇ જતો. "દીકરી તું અડધો કલાક લેટ થઇ ગઈ છો." પિતાના ઉગ્ર શબ્દોમાં દીકરી શબ્દ જ માયાની લાગણી હતી. માયા કઈ પણ બોલ્યા વિના પપ્પાને વળગી પડી; "હેપ્પી ન્યુ યર પપ્પા...." હસતા હસતા માયા બોલી.
"હેપ્પી ન્યુ યર... ઢીંગલી.." દલપતજીએ દીકરી સામું જોઈ મીઠું હાસ્ય કરતા બોલ્યા.
"તમેં જ તેને બગાડો છો." ટેબલ પર હાથ પછાડી ઊભા થતા માયાના મમ્મી ડૉ. દેવકી બોલ્યા. દેવકી અને દલપત ડી.ડી નું પરફેક્ટ મેચ હતું અને બંનેના ગુણ અને સંસ્કાર માયામાં સમયા હતા.
"હેપ્પી ન્યુ યર મમ્મા.." માયા ડૉ.દેવકીને વળગીને બોલી. ખુશાલ અને શિસ્તબદ્ધ પરિવારમાં ઉછરેલી માયાને કોઈ દિવસ કોઈ વાતની કમી મહેસુસ નથી થઇ.
માયા કોલેજના પ્રથમ વ
ર્ષમાં સાયન્સ સાથે હતી. ભણવામાં હોશિયાર નહીં પણ ખુબ હોશિયાર.. પોતાની મમ્મી જેવી ડૉક્ટર બનવાની ઈચ્છા સાથે સંપૂર્ણ ધ્યાન ભણવામાં આપતી માયાના ભણવામાં અચાનક એક આંચકો આવ્યો. કોરોના વાયરસની મહામારીમાં ભારત સરકાર દ્વારા ચોવીસ માર્ચના રોજ એકવીસ દિવસના 'લોકડાઉન'ની જાહેરાત થઇ ગઈ હતી. દલપતજીને લોકડાઉનની સ્થિતિ સાંભળવા એક મોટા શહેરમાં મોકલવાના ઓર્ડર આવ્યા અને ડૉ. દેવકીને તે જ શહેરની હોસ્પિટલમાં મોકલવા માટેની વાત થઇ. દેશની સેવામાં તૈયાર થયેલા આ જોડલાએ પોતાની દીકરી માયાથી પ્રથમ વખત દૂર જઈ રહ્યા હતા. પોલીસના બે અધિકારીઓની દેખરેખ હેઠળ માયા ઘરમાં એકલી જ રહેવા લાગી.
કોરોના વાયરસની મહામારીમાં પીડાતા લોકોની હાલત ટીવી પર જોઈ માયા ક્યારેક રડવા માંડતી. સુખી પરિવારની દીકરીનું અભ્યાસ બગડવા પામ્યું હતું. કોરોનાના વાયરસથી પીડાતા દેશના લોકોની સેવામાં ડૉ. દેવકી અને દલપતજીને દીકરીને ફોન કરવાની પણ રાહત ન મળી. દલપતજી ક્યારેક ટીવી પર દેખાઈ જાય પણ માને જોવા માયાની આંખો તરસી ઉઠી હતી. ડૉ. દેવકી કોરોના વાયરસથી નર્ક બનેલી તે શહેરની દુનિયામાં વધુ ને વધુ ગૂંચવાઈ રહ્યા હતા. ડૉ. દેવકીનું કામ દિવસેને દિવસે વધવા પામ્યો પણ તેમના મનમાં જે સેવાની લાગણી હતી તે તેમના કામ કરતા મજબૂત હતી. ડ્યુટી બાદ પણ ડૉ. દેવકી કામમાં વ્યસ્ત રહેતા.
કોરોના વાયરસની મહામારીમાં એક દિવસ એક સાથે ઘણા કેસ આવી પહોંચ્યા. દર્દીઓના ચેકઅપમાં ચોવીસ કલાક ક્યારે ગુજરી ગયા ખબર જ ન પડી. તેમના સાથી ડૉક્ટરોએ તેમને ઘરે જવા કહ્યું પણ ડૉક્ટર પોતાના કર્તવ્યથી ભાગે? અને આ તો પાછા ડૉ. દેવકી.....
આ ચોવીસ કલાકમાં ડૉ. દેવકીને કોઈ દર્દીનો સંપર્ક કયારે થઇ ગયો ખબર જ ન પડી. દેશની સેવા કરતા ડૉ.દેવકી આજે પોતે કોરોના ગ્રસ્ત બની ગયા હતા. મેડિકલ ચેકઅપમાં રિપોર્ટ પોસિટીવ આવી ગઈ હતી. દલપતજીને વાતની જાણ થઇ અને તેઓ આ સમાચાર સાંભળી જાણે તૂટી જ ગયા હોય. જેમની હાંકથી ગમે તેવો ગુનેગાર નમી પડે તેવો પોલીસ સિપાહી આજે રડી રહ્યો હતો. પરિસ્થિતિ બહુ વ્યાકુળ હતી. શું કરવું અને શું ન કરવું તે દલપતજીને સમજવું મુશ્કેલ હતું.
થોડા જ દિવસો બાદ દલપતજી હોસ્પિટલની બહાર ઊભા હતા. ત્યારે ડૉ. દેવકી દુનિયા મૂકીને જતા રહ્યા હતા. ડૉ. દેવકીના મૃતદેહને કોઈ ઉઠવનારું નહોતું. કુદરતની કેટલી વેદના કે ત્યાં પડેલા અનેક મૃત દેહોને કોઈ ઉઠાવતું નથી; જેમ તેમ પડેલી લાશોમાં ડૉ. દેવકીની પણ એક લાશ એમજ પડી હતી. દલપત જીથી રહેવાયું નહીં અને ડૉ. દેવકીના મૃતદેહને ઉઠાવી આવ્યા. ખરેખર કાનૂનનો રક્ષક આજે કાનૂન તોડી હોસ્પિટલમાં દાખલ થયો હતો. તે જોઈ ત્યાંના અમુક ઓફિસરો અને ડૉક્ટરો દોડી તેમને રોકી લીધા. નીચે પડતા દલપતજી જોર જોરથી રડવા લાગ્યા "દેવકી તું મને મૂકીને કેમ જઈ શકે?.... શું થશે આપણી દીકરીનું?"
"સર, મારી દીકરીને બોલાવો." શહેરના પુલિસ વડા દલપતજીના હાલ-ચાલ પૂછવા આવી ચડ્યા હતા તેમને દલપતજીએ વિનંતી કરી.
અગિયાર એપ્રિલના માયા પહોચી આવી પપ્પાને મળી પણ મમ્મીને મળી નહીં. આ ખુશાલ પરિવાર આજે વિખરાઈ ગયો હતો. હસ્તો ખેલતો નાનું કુટુંબ ટુકડે ટુકડો થઇ ગયો હતો. જોઈને વળગી પડતી માયાએ પપ્પાને ગ્લાસમાંથી જોયા પછી તૂટી ગઈ હતી. મમ્મીની મૃત્યુના સમાચાર તેને મળ્યા ન હતા. રાત ભર રડતી રડતી માયાની સવાર થઇ ગઈ હતી.
બાર એપ્રિલના દિવસે હોસ્પિટલમાં જવાની સખત મનાઈ થઇ ગઈ હતી અને માયાને તેની માના મૃત્યુના સમાચાર પણ મળી ગયા હતા. જે યુવતી ઘૂંટણભેર રુદન કરી રહી હતી તે માયા હતી....!