STORYMIRROR

ANAND DAVE

Children Inspirational Others

3  

ANAND DAVE

Children Inspirational Others

કોણ કહે છે માર્યા વીના ના ચાલે

કોણ કહે છે માર્યા વીના ના ચાલે

1 min
29.8K


હું બેઠો બેઠો વાંચતો હતો.

શેરીમાંથી આવાજ આવ્યો, ‘તડ... તડ...તડ...’ ‘ધેકું...ધેકું...ધેકું...’

બિચારા ગધેડાને કોઈ મારતું લાગે છે. સિંહને કોઈ મારવા જાય ! કહેવત છે ને “હલકું નામ હવાલદારનું.” મને થયું કે ગધેડાને કોણે માર્યો, ચાલ જોવું.

મે જોયું તો કુંભાર ગધેડાને મારતો હતો. ગધેડાને એકા સાથે જોડ્યો હતો. એકામાં રેતી ભરેલી હતી. રેતીના ભારના લીધે ગધેડો બેવડ વળી ગયો હતો. તે અટકીને ઉભો હતો અને કુંભાર તેને મારતો હતો.

‘એભાઈ આ ગધેડાને આટલો કેમ મારે છે, જરાક દયા તો રાખ.’

‘પણ ભાઈ એ ગધેડો છે જ એ લાગનો. કામચોર છે. માર ખાઈને મરી જાય પણ એકનો બે ન થાય.'

‘અરે એવું તો કઈ હોતું હશે. ગધેડાને પણ અક્કલ હોય. કેટલાક ગધેડા તો માણસ જેટલા ડાહ્યા હોય.’

‘પણ તમે જ કહો, એ ચાલે નહિ તો શું કરવું ?’

‘પણ મારથી જ તો એ અટક્યો છે, જો મારથી ચાલવું હોત તો અટકતો જ નહિ.’

‘ખરી વાત છે ભાઈ. આ તો રોજની હોળી છે. મારી મારીને હાથ ભાગી ગયા. પણ એ ઢોરને અકલ નથી કે માર ના ખાઉં.’

‘પણ તું એકવાર લાકડી ફેકીને પ્રેમથી બુચકારી ચલાવી તો જો....’

કુંભારે લાકડી ફેકી દીધી ગધેડાની પીઠ પર પ્રેમથી હઠ ફેરવી એને પંપાળ્યો અને ચલાવ્યો, તો ગધેડો ચાલવા લાગ્યો.

કુંભાર ને પણ અક્કલ આવી કે જે કામ પ્રેમથી થાય તે મારથી ના થાય.


Rate this content
Log in

Similar gujarati story from Children