ખેડૂતની ચતુરાઈ
ખેડૂતની ચતુરાઈ


એક નાનકડું ગામ હતું. તે ગામમાં ઘણા લોકો રહેતા હતા. તે ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી હતો. ગામના લોકો ખેતી કરીને પોતાનું ગુજરાન ચાલવતા હતા. તેઓ ખેતરમાં ખુબ જ મજુરી કરતાં એટલે ખેતી પણ સારી થતી હતી. એટલે ગામના લોકો સુખી હતા. પણ એક વખત આ ગામના ખેડૂતો પર મોટી આફત આવી પડી.
થયું એવું કે એક વખત ગામમાં દસ-બાર વાંદરાઓની એક મોટી ટોળી ગામની સીમ મા આવી ગઈ. આ વાનરો ખેતીના પાકને નુકસાન કરવા લાગ્યા. તેઓ ખાતા તેનાથી પાકને વધુ નુકસાન થતું. એટલે ખેડૂતો તેમને હેરાન કરતાં. પણ હવે ધીમે ધીમે તેઓ ખેતરના પાકમાં દોડી ને તોડફોડ કરવા લાગ્યા એટલે ખેતીમાં ખુબ નુકસાન થવા લાગ્યું. ગામ લોકોએ ઘણીવાર તેમને દુર દુર તગેડી મુક્યા. પણ થોડીવાર પછી તે વાંદરાઓની ટોળી પાછી જ આવી જતી. હવે ખેડૂતો ભારે ચિંતામા મુકાઈ ગયા. આ બન્દરોને ગામમાંથી કાઢવા કેવી રીતે?
બધા ખેડૂતો આ ચિંતા વિષે ચર્ચા કરતાં હતા ત્યારે એક ખેડૂતને યાદ આવ્યું કે અપણા ગામમાં ધનાબાપા નામના એક વૃદ્ધ ખેડૂત છે. તે ખુબ હોંશિયાર અને બુદ્ધીશાળી છે. ચાલો આપણે ધનાબાપા પાસે જઈએ. તે કોઈને કોઈ ઉપાય જરૂર બતાવશે. એટલે બધા ખેડૂત ભેગા થઈને ધનાબાપા પાસે ગયા. ત્યાં જઈ તેમણે બધી વાત કરી. ખેડૂતોની સમસ્યા સાંભળી ધનાબાપે ખુબ વિચાર કર્યો. અને છેવટે તેમણે એક રસ્તો મળી ગયો. એ ગામને છેડે એક નદી હતી. જેમાં બારે માસ પાણી રહેતું હતું. જો વાંદરાઓને ગમે તેમ કરી નદીની પેલી બાજુ મોકલી દેવામાં આવે. ત
ો વાંદરા ફરીવાર નદી પાર કરી આ બાજુ આવી શકે નહિ.
એટલે તેમણે પોતાની યોજના મુજબ ખેડૂતોને તૈયાર કર્યા. સૌપ્રથમ એમને નદીના પેલે કિનારે બહુ બધા ફળ અને ખાવાની વસ્તુઓ મૂકી દીધી. પછી નદીના પાણીમાં એક નાવ તરતી મૂકી. આ નાવમાં પણ ઘણા ફળ અને બીજી ખાવાની વસ્તુઓ મૂકી દીધી. એ નાવની સાથે એક લાંબી દોરી બાંધી. જે નદીના પેલા કિનારા તરફ પહોચતી હતી. ત્યાં ઝાડ પાછળ એક માણસ દોરી પક્ડીને સંતાઈ ગયો. પછી બધા ખેડૂત સંતાઈને વાંદરાઓની આવવાની રાહ જોવા લાગ્યા.
થોડીવાર પછી વાંદરાઓની ટોળી ખેતરમાં આવી. તેમાંથી એક વાંદરાની નજર નદી કિનારે પડેલી નાવમાં ભરેલા ફળ પર પડી. ફળ જોઈને બધા વાંદરા રાજી થઈ ગયા અને બધા વાંદરા નદી કિનારે નાવમાં ફળ ખાવા ચડી ગયા, જેવા બધા જ વાંદરા નાવમાં ચડી ગયા. ઝાડ પાછળ સંતાઈને બેઠેલા ખેડૂતે નાવને દોરી વડે નદીના પાણીમાં ખેંચી લીધી. હવે નાવ નદીના પાણીમાં આવી ગઈ એટલે વાંદરા નાવમાંથી ઉતારી પાછા જઈ શકે તેમ ન હતા. ધીમે ધીમે નાવને નદીના પેલા કિનારે પહોચાડી દીધી. ત્યાં પણ બધી ખાવાની વસ્તુ પહેલાંથી જ મુકેલી હતી. એ જોઈને વાંદરાઓ તે ખાવા માટે બીજી તરફ્ના કાંઠે ઉતરી ગયા. પછી ખેડૂતો નાવમાં પાછા બેસી પોતાના ગામમાં પાછા અવી ગયા.
હવે વચ્ચે નદી આવી ગઈ એટલે વાંદરાઓ ફરી પાછા આ ગામ બાજુ પાછા આવી શક્યા નહિ. આમ ગામના લોકોને હંમેશા માટે વાંદરાઓના ત્રાસથી મુક્તિ મળી ગઈ. માટે જ તો કહ્યું છે જે કામ બળથી ના થાય તે કળથી થાય.