ખેડૂત અને ડાકણ
ખેડૂત અને ડાકણ


ઘણા વરસો પહેલાની આ વાત છે. એક ગામ હતું. તે ગામમાં અનેક લોકો રહેતા હતા. અગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી હતો. એ ગામની નજીકમાં જ એક મોટું જંગલ હતું. આ જંગલ ઘણું જ ભયાનક અને ડરામણું હતું. એ જંગલમાંથી એક રસ્તો પસાર થતો હતો. તે આગળ એક મોટા શહેરમાં નીકળતો હતો. આ ગામના લકો પોતાના જીવન જરૂરી ચીજ વસ્તુઓ લેવા માટે આ બજારમાં જતાં. આ બજારમાં જવાનો એક બીજો રસ્તો પણ હતો. પણ તે ઘણો લાંબો હતો. જયારે જંગલમાંથી જવાનો આ રસ્તો ઘણો ટૂંકો હતો. પણ જંગલ ખુબ ભયાનક હતું. એટલે લોકો લાંબા રસ્તે થઈને જ બજારમાં જતાં. જંગલના રસ્તે જતાં નહિ. કારણકે ભૂતકાળમાં જંગલના રસ્તે ગયેલા ઘણા લોકો જંગલમાં ગૂમ થઇ ગયા હતા. જે પાછા આવ્યા જ નહતા.
હવે એક સમયની વાત છે. આ ગામમાં ખેડૂત દંપતી રહેતું હતું. તેમાં ખેડૂત ખુબ સંતોષી અને મહેનતુ હતો. જયારે તેની પત્ની થોડી લાલચુ અને સ્વાર્થી હતી. એકવાર આ ખેડૂતને ખેતીમાંથી સારા એવા પૈસા મળ્યા. એટલે તેને વિચાર્યું કે લાવ મારી પત્ની માટે એક સરસ મજાની સાડી લઇ જાઉં. તે ખુશ થઇ જશે. આમ વિચારી તેને એક સાડી લીધી અને પોતાના ઘરે ગયો. અને પોતાની પત્નીને સાડી આપી. પણ ખેડૂતની પત્ની લાલચુ હતું. તેને કહ્યું, ‘આ સાદી તો ખુબ જ સસ્તી છે. તમે મારા માટે બીજી મોઘી સાડી લઇ આવો. ત્યારે ખેડૂતે કહ્યું, ‘હવે અત્યારે દિવસ આથ્મ્વવા આવ્યો છે. શહેરમાં જઈને પાછા આવતા રાત પડી જશે. એટલે હું કાલે સવારે જઈને સાદી બદલાવી આવીશ. પણ ખેડૂતની પત્ની માની નહિ. એને કહ્યું ‘ના અત્યારે જ જાઓ.’ ના છૂટકે ખેડૂતને શહેરમાં જવા નીકળવું પડ્યું.
હવે શહેરમાંથી પાછા આવતા મોડું થઇ ગયું. અંધારું થવા આવ્યું હતું. જો ખેડૂત લાંબા રસ્તે તહીને જાય તો ઘરે પહોંચતા મોડું થાય. એટલે એણે જંગલમાંથી ટૂંકા રસ્તે ઘરે જવાનું નક્કી કર્યું. તેને થોડો ડર તો લાગતો હતો. પણ જલ્દી પહોંચવા માટે તેને ટૂંકો જંગલનો રસ્તો પસંદ કર્યી. તે જંગલમાંથી પસાર થતો હતો. એટલામાં તો અંધારું થઇ ગયું. ચારેબાજુ જંગલના પ્રાણીઓના ભયંકર અવાજ આવી રહ્યા હતા. છતાં તે હિંમત કરીને ચાલતો હતો. એટલામાં રસ્તામાં એક ડાકણ આવી. તેને જોઇને ખેડૂત ડરી ગયો. ડાકણ તે ખેડૂતને પકડીને એક ગુફામાં લઇ ગઈ. અને ત્યાં પૂરી દીધો.
આ બાજુ ગામમાં અડધી રાત થઇ તો પણ ખેડૂત ઘરે ના આવ્યો. એટલે હવે તેની પત્નીને ચિંતા થવા લાગી. એમ કરતાં આખી રાત વીતી ગઈ. બીજા દિવસનો સુરજ ઉગ્યો તો પણ ખેડૂત ઘરે ના આવ્યો. હવે તેની પત્નીને ચિંતા થવા લાગી. તેને પોતાની ભૂલ પર અફસોસ થવા લાગ્યો. મેં મારા પતિને સાડી બદલવા ના મોકલ્યા હોત તો સારું હતું. પણ હવે પસ્તાવો કરવાથી શું થાય. તેને ગામના લકોને ભેગા કર્યા. અને જંગલમાં જઈ ખેડૂતની શોધ કરવાનું નક્કી કર્યું.
ગામ ભેગું થયું. અને ઘણી ચર્ચા કર્યા પછી કેટલાક લોકો હથિયાર લઇ જંગલમાં ખેડૂતને શોધવા નીકળ્યા. ઘણું શોધવા છતાં ખેડૂત મળ્યો નહિ. ત્યાં એક માણસની નજર જંગલમાં એક ગુફા પર પડી. પછી બધા લોકો ત્યાં ગુફામાં પહોંચ્યા. ત્યાં જઈને જોયું. તો પેલો ખેડૂત અંદર ગુફામાં જ હતો. પણ તેને સાંકળ વડે બંદી બનાવી દેવામાં આવ્યો હતો. એટલું જ નહિ. એ ખેડૂત સિવાય બીજા ગૂમ થયેલા લોકો પણ ત્યાંજ જ હતા. બધા લોકે ભેગા મળી તેમને છોડાવ્યા. અને પૂછ્યું કે તમને અહી કોને બાંધ્યા હતા.
ત્યારે પેલા ખેડૂતે વાત કરી. કે આ ગુફામાં એક ડાકણ રહે છે. તે જંગલમાંથી નીકળતા લોકોને પકડીને આ ગુફામાં કેદ કરે છે. પછી એમની પાસે ગુફામાં ખોદવાનું કામ કરાવે છે. એ દકાનનું કહેવું છે કે આ ગુફામાં નીચે સોનું છે. એ મેળવવા માટે તે લકોને પકડી તેમની પાસે ખોદાવે છે. પછી બધા લોકે ભેગા મળી ડાકણને પાઠ ભણવાનું નક્કી કર્યું. બધા લકો ગુફામાં સરસ જગ્યા જોઈ સંતાઈ ગયા.
થોડી વાર પછી ડાકણ આવી. એટલે બધા જ લોકો એક સાથે આ ડાકણ પર તૂટી પડ્યા. અને તેને પકડીને બાંધી દીધી. પછી બધાને ખબર પડી કે એ ડાકણ તો એક સ્ત્રી હતી. અને સોનું મેળવવા આમ કરતી હતી.
પછી બધા ગામલોકોએ ગુફામાં ખોદકામ કર્યું. ત્યાંથી સોનું મળ્યું. તે બધા ગામલોકોએ સરખા ભાગે વહેંચી લીધું. અને એ ડાકણને ત્યાં ગુફામાં જ છોડીને બધા ગામમાં સહી સલામત પાછા આવ્યા. તે દિવસથી ગામ લોકોના મનમાંથી જંગલનો ડર નીકળી ગયો. ખેડૂતની પત્ની પણ પોતાની ભૂલ બદલ પસ્તાવા લાગી. તેને ખેડૂતની માફી માગી. ખેડૂતે પણ તેને માફ કરી દીધી. પછી એ ગામના બધા લોકો સુખેથી રહેવા લાગ્યા.