કાણી રાણી
કાણી રાણી


ઘણા વરસો પહેલાની વાત છે. એક સુંદર નગર હતું. આ નગરમાં એક રાજા રાજ કરતો હતો. આ રાજાને સાત રાણીઓ હતી. બધી રાણીઓ યુવાન અને સુંદર હતી. પણ એક રાણી આંખથી કાણી હતી. તેને એક જ આંખ હતી. એટલે રાજાને આ રાણી ગમતી નહિ. રાજા આ રાણીને બોલાવતો નહિ. આને રાજમહેલથી દૂર એક ઓરડો રહેવા માટે બનાવી આપવામાં આવ્યો હતો.
એક સમયની વાત છે. નગરમાં મોટો ઉત્સવ થવાનો હતો. આજુબાજુના અનેક ગામોમાંથી આ લોકો આ ઉત્સવમાં આવવાના હતા. રાજા પણ પોતાની છ રાણીઓ સાથે આ ઉત્સવમા શોભા વધારવા બેસવા હતા. પણ તેમને પોતાની સાતમી કાણી રાણીને પોતાની સાથે બેસાડવાની નાં પડી. આ સાંભળી તેને ખુબ જ દુ:ખ લાગ્યું. તે રડવા લાગી. અને નારાજ થઈને રાજમહેલ અને નગર છોડીને જંગલમાં જવા ચાલી નીકળી. . તે જંગલમાં ખુબ અંદર પહોચી ગઈ. ત્યાં ઘણાં બધા આંબાના ઝાડ હતા. ત્યાં પહોચીને તેને થાક લાગ્યો. એટલે તે થાક ખાવા માટે એક આંબાના ઝાડ નીચે આરામ કરવા માટે બેઠી. તેને કોઈના રડવાનો અવાજ સંભળાયો. તે વિચારવા લાગી આવા જંગલમાં વળી કોણ રડતું હશે ! તેને આજુબાજુ ખુબ જોયું. પણ કોઈ દેખાયું નહિ. અચાનક તેણે જોયું તો તેના શરીર પર પાણી ટીપાં પડતા હતા. તેણે ઉપર જોયું તો એ આંબાના ઝાડ પરથી પડતા હતા. તેણે જોયું તો આંબો રડી રહ્યો હતો.
આ જોઇને રાણીને નવાઇ લાગી તેણે આંબાને પૂછ્યું, ‘આંબાભાઈ તમે કેમ રડો છો ? તમારી પાસે તો કેવી સુંદર મીઠી મીઠી કેરીઓ છે !’ ત્યારે અંબાએ કહ્યું, ‘મારી પાસે કેરીઓ તો છે. પણ કોઈ મારી કેરીઓ ખાતું નથી.’ ત્યારે રાણીએ પૂછ્યું ‘કેમ નથી ખાતું ?’ ત્યારે આંબા એ કહ્યું, ‘આ જુવોને મારા નીચે કેટલો બધો કચરો ભેગો થયો છે ! એટલે કોઈ મારી પાસે આવતું નથી.’ એટલે રાણીએ કહ્યું, ‘તમે ચિંતા નાં કરો, આ કચરો હું સાફ કરી દઉં છું.’ આમ કહી રાણીએ આંબા નીચેથી બધોજ કચરો સાફ કરી દીધો. આ જોઈ આંબો તો ખુશ ખુશ થઇ ગયો.
તેણે રાણીને પૂછ્યું, તું કોણ છે ? અને ક્યાંથી આવી છે ?’ ત્યારે રાણીએ કહ્યું, ‘હું બાજુના નગરમાંથી આવી છું. હું બાજુના નગરના રાજાની રાની છું. પણ મારે એક આંખ નથી. એટલે રાજા મને પ્રેમ કરતા નથી.મને માન આપતા નથી. એટલે હું નગર છોડીને જંગલમાં આવી ગયી છે.’ આ સાંભળી આંબો બોલ્યો. ‘રાણી તું જરા પણ ચિંતા ના કર. તે મારા નીચેનો કચરો સાફ કરી મને મદદ કરી છે. એટલે હું પણ તને મદદ કરીશ.હું તને એક ખાજાનો આપું છું. એ જોઇને રાજા તને જરૂર પ્રેમ કરવા લાગશે અને માં પણ આપશે.‘ આમ કહી આબાએ રાણીને પોતાના થાળ નીચે ખોદવાનું કહ્યું, ત્યાં ખોદતા જ અંદરથી ધન ભરેલો ખજાનો નીકળ્યો.
આ ધન લઈને રાણી નગરમાં પાછી ગઈ. આટલું બધું ધન લઈને આવેલી જોઈ રાજા તો છક થઇ ગયો. તેને ધામધૂમથી રાણીનું સ્વાગત કર્યું. અને મહારાણી તરીકે સ્થાન આપ્યું. આમ જીવનમાં કરેલું સારું કામ ચોક્કસ ફળ આપે જ છે.