MAHESH JOSHI

Children Classics Inspirational

1.0  

MAHESH JOSHI

Children Classics Inspirational

જેવા સાથે તેવા

જેવા સાથે તેવા

2 mins
3.9K


એક દિવસ અકબર બાદશાહે ખુશ થઈને બીરબલને કેટલાક કિંમતી મોતી ઇનામ સ્વરૂપે હેત આપ્યા. બિરબલે ઘરે જઈને મોતી ગણ્યા. મોતી એકત્રીસ નંગ હતા. તે સફેદ અને ખુબ જ સુંદર હતા. તેથી બીરબલે તે માળામાંથી પોતાને માટે એક માળા બનવાનું નક્કી કર્યું. તે બધા મોતી લઈને શહેરના એક શાહી ઝવેરી પાસે ગયો અને કહ્યું, ‘ઝવેરીજી આ એકત્રીસ મોતી છે, આ મોતીની સરસ સુંદર માળા ગુંથી આપો.’

ઝવેરીએ સોનીના હાથમાંથી મોતીનું પડીકું લીધું. તેણે મોતી જોયા. મોતી ખુબ જ સુંદર અને કિંમતી હતા. આવા મૂલ્યવાન મોતી જોઈને ઝવેરીના મનમાં લાલચ જાગી. તે બોલ્યો, ‘બીરબલજી આવા સુંદર મોતી આપણા દેશમાં નથી,’ એમ કહી તે મોતી ગણવા લાગ્યો. ઝવેરીએ મોતી ગણતા ગણતા એક મોતી ધીમે રહીને પોતાની પાસે સેરવી દીધું. પાછી બીરબલને કહ્યું, ‘આ તો તીસ જ મોતી છે.’

બીરબલ પણ હોંશિયાર હતો. તે સમજી ગયો કે ઝવેરીએ એક મોતી સેરવી લીધું છે. પણ તે કંઈ બોલ્યો નહિ. તેણે ફરીથી પડીકું મોતી ગણવા માટે લીધું. બીરબલે પણ ઝવેરી જેવું જ કર્યું, તેણે પણ ગણતા ગણાતા એક મોતી પોતાની પાસે રાખી લીધું અને કહ્યું, ‘ હા ઝવેરી જી આપ સાચા છો આતો તીસ જ મોતી છે. મારી જ ભૂલ થઈ હશે. આપ આ તીસ મોતીની જ માળા બનાવી આપો.’

ઝવેરી તો મનમાં રાજી રાજી થઈ ગયો. તેણે બીરબલને કહ્યું. તમે કાલે આવીને માળા લઇ જજો. હું બનાવી રાખીશ.’ બીરબલના ગયા પછી ઝવેરી માળા બનવવા માટે બેઠો. તેણે પડીકું ખોલ્યું તો પડીકામાં ઓગણતીસ મોતી જ હતા. હવે ઝવેરી જાતે જ કબુલ કરી ચુક્યો હતો કે પડીકામાં તીસ મોતી છે. હવે તીસમું મોતી ક્યાંથી લાવવું. બહુ વિચાર કર્યા પછી કોઈ ઉપાય ન જડતા તેણે વીલા મોઢે પોતે સંતાડેલું મોતી માળામાં પરોવીને તીસ મોતીની માળા બનાવી લીધી. તેને ખબર પડી ગઈ કે આ બીરબલની જ ચતુરાઈ છે.

બીજા દિવસે આવીને બીરબલ પોતાની માળા લઇ ગયો. તેણે જોઈને ઝવેરી મનમાં બોલ્યો. બુદ્ધિશાળી લોકોને કોણ મુરખ બનાવી શકે.


Rate this content
Log in

Similar gujarati story from Children