Harish Mahuvakar

Inspirational Others

3  

Harish Mahuvakar

Inspirational Others

જાળવણી

જાળવણી

1 min
7.0K


સન્ડે મીન્સ ફન – ડે. રવિવાર મજ્જાનો દિવસ. વર્તમાન પત્ર રોજ સરખું વાંચી ન શકાય, પણ રવિવારે ધ્યાનપૂર્વક, રસપૂર્વક માણવાનું. એણે સોફામાં પગ લંબાવીને નિરાંતનું વાંચવું શરૂ કર્યું કે પંત આવ્યો : ‘પપ્પા, મારા મીસે અમને નવું લેસન કરાવ્યું.’

એની સામે જોયા વિના મેં કહ્યું, ‘ વેલ...’

‘પણ મને એની ખબર નહોતી. બોલો, પપ્પા.’

‘હં...’

‘પણ પપ્પા મારી વાત સાંભળો.’

મેં એની સામે જોયું.

‘ડેડ્ડી, કોલ્ડ બ્લડેડ એનીમલ્સ એટલે શું ?’

એની વાતોમાં રસ લેવા એને ખીલવવા મેં કહ્યું, ‘તું કહે, મને ખબર નથી.’

‘રીંછ અને સીલ અને વાલરસ ને એવા બધા બરફમાં રહેતા હોયને તે બધાને કોલ્ડ બ્લડેડ એનીમલ્સ કહેવાય.’

વર્તમાન પત્રના સમાચારો મારા મનમાં આવ્યા. મને થયું કે એને કહી દઉં કે માણસ પણ કોલ્ડ બ્લડેડ એનીમલ જ છે. પરંતુ એની નિર્દોષતાને જાળવી રાખવા હું મૂંગો રહ્યો ને એ શીખવાયેલા પાઠની વિગતો મજેથી મારી પાસે મૂકતો રહ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational