જાદુઈ બી
જાદુઈ બી


ઘણા વરસો પહેલાની આ વાત છે. એક ગામ હતું. તે ગામમાં ઘણા લોકો રહેતા હતા. આગમમાં એક વિધવા સ્ત્રી પણ રહેતી હતી. તેનો પતિ ઘણા વરસો પહેલા મરણ પામ્યો હતો. આ બાઈને એક દસ વરસનો દીકરો હતો. તેનું નામ ગૌરવ હતું. બાઈનો પતિ મારી જવાથી ઘરની અઆવક બંધ હતી. એટલે એ લોકો દિવસે દિવસે ગરીબ બનતા જતા હતા. એમ કરતા કરતા એમની પાસે માત્ર એક ગાય જ વધી હતી.
હવે એક દિવસ એવો આવ્યો કે ઘરમાં કંઈ જ ખાવાનું વધ્યું નહિ. અને પૈસા પણ ન હતા. એટલે ના છૂટકે એ બાઈને આ ગાય વેચવાનો વારો આવ્યો. તેને પોતાના દીકરા ગૌરવને કહ્યું દીકરા ગૌરવ. તું ગાય લઈને બજારમાં જા અને તેને સારી કિંમતે વેચી આવ. એમાંથી જે પૈસા આવશે એમાંથી થોડાક દિવસ આપનું ગુજરાન ચાલશે. આમ કહી એ બાઈએ ગૌરવને ગાય લઈને શહેરમાં વેચવા મોકલ્યો. ગામમાંથી શહેરમાં જતા વચ્ચે જંગલ આવતું હતું. ગૌરવ એ જંગલમાંથી ગાયને લઈને જઈ રહ્યો હતો.
એટલામાં ગૌરવને સામેથી એક સાધુ આવતા દેખાયા. ગૌરવે ગાયને બાજુમાં ઉભી રાખી એ સાધુ મહારાજને પ્રણામ કર્યા. સાધુ મહારાજ ગૌરવનો વિવેક જોઈ ખુશ થયા. અને પૂછ્યું , ‘તું આ ગાય લઈને ક્યા જાય છે ? ત્યારે ગૌરવે પોતાના ઘરની આખી કહાની તે સાધુ મહારાજને કહી અને કહ્યું કે તે ગાય વેચવા માટે જાય છે. ત્યારે સાધુ મહારાજે કહ્યું, ‘જો તુ મને આ ગાય આપે તો બદલામાં હું તને એક ખાસ ભેટ આપું. ‘ ત્યારે ગૌરવએ પૂછ્યું શું આપશો ? ત્યારે સાધુ એ ગૌરવને કેટલાક બી બતાવ્યા અને કહ્યું, ‘આ બી આપીશ.’ ગૌરવે કહ્યું ‘આટલા પાંચ બીથી કંઈ ના થાય.’ ત્યારે સાધુ મહારાજે કહ્યું, ‘બેટા આકોઈ સાધારણ બી નથી. પણ જાદુઈ બી છે.' એટલે ગૌરવે સાધુ મહારાજને એ ગાય આપી અને બી લઈને ઘરે આવ્યો.
ઘરે આવીને તેણેઆખી વાત માને કહી. ત્યારે મા તો નિરાશ થઇ ગઈ. અને કહેવા લાગી, ‘બેટા તને કોઈએ બેવકૂફ બનાવ્યો છે. જાદુઈ બી તો વાળો હોતા હશે !’ આમ કહી તે ઉદાસ થઇ ગઈ. પણ ગૌરવને સાધુ પર વિશ્વાસ હતો. તેને એ બી લઇ જઈને ઘરની પાછળ વાડામાં વાવ્યા. અને ઘરમાં આવીને સુઈ ગયો. સવાર પડી એટલે ગૌરવની નજર વાડામાં પડી. તો બીમાંથી એક મોટી જાડી અને લાંબી વેલ ઉગી નીકળી હતી. જે આકાશ તરફ જતી હતી. ગૌઅર્વાને તો આ જોઈને ખુબ જણાવાઈ લાગી. તે વેલના રસ્તે ઉપર તરફ જવા લાગ્યો. એ ખુબ ઊંચે ગયો. ત્યાતો એક નવી જ દુનિયા હતી. બધું જ સોનાનું બનેલું હતું.
ગૌરવત્યાં ફરતો હતો. એટલામાં એક પરી આવી અને કહ્યું, ‘બાળક તું કોણ છે અને અહી ક્યાંથી આવ્યો. ત્યારે ગૌરવ એ પરીને પોતાની બધી જ કહાની કહે છે. અને સાધુ મહારાજના બી વાળી વાત પણ કહે છે. ત્યારે પરી પૂછે છે, ‘તને સાધુ મહારાજે કેટલા બી આપ્યા હતા. ત્યારે ગૌરવ કહે છે કે ‘પાંચ બી આપ્યા હતા. પણ એમાંથી મેં એક વાવી દીધું છે. તો પરી એ કહ્યું, ‘કંઈ વાંધો નહિ. બાકીના ચાર બી તું મને આપ તો હું તને ખુબ સોનું અને સોનામહોર આપીશ.‘ ગૌરવે પોતાના ખીસ્સામાંથી બાકીના ચાર બી કાઢી પરીને આપ્યા. બદલામાં પરીએ ગૌરવને ખુબ ધન, સોનામહોર અને આભૂષણો આપ્યા.
આ બધું લઈને ગૌરવ નીચે આવ્યો. અને પોતાની માતાને આ બધું બતાવ્યું અને પરીની વાત કરી. તેની મા તો આ બધું જોઇને ખુશ ખુશ થઇ ગઈ. હવે તે લકો ગરીબ રહ્યા નહતા. પછી ગૌરવ અને તેની મા ખુબ સુખ શાંતિથી રહેવા લાગ્યા.