હું સોશ્યિલ મીડિયાને ચાહું છું
હું સોશ્યિલ મીડિયાને ચાહું છું


એક પ્રોફેસર તરીકે સોશ્યિલ મીડિયાનો વર્ષો સુધી અભ્યાસ કર્યો...ને મારી આ અભ્યાસયાત્રા પછી હું આજે કહું છું..હા, હું સોશ્યિલ મીડિયા ને ચાહું છું.
લોકો ફેસબુક,વોટ્સઅપને ટાઈમ પાસ, નક્કામુ,કહેતા હોય છે..પણ સાવ સાચી વાત તો એ છે કે સોશ્યિલ મીડિયા એ એવો અરીસો છે જે ખોટું બતાવતો હશે પણ ખોટું બોલતો નથી..ખોટું જમાડતો હશે પણ ખોટું જમતો નથી..ખોટું મૌન રાખતો હશે પણ ખોટું જતાવતો નથી.
સાંભળતા આવડે જો તો એ ઘણું બધું બોલે છે,
વાંચતા આવડે તો એ ઘણું બધું લખે પણ છે,
વહેમ તોડે પણ છે ને રડે ત્યારે આંખો ચોળે પણ છે,
ને જેને એક વાર આ કિસ્સા સમજાઈ ગયા.....
એ પછી કોઈ પણ હોય-
સમજણના બેતાજ બાદશાહ....બસ સમજાવું જોઈએ..
આઈ લવ સોશ્યિલ મીડિયા
કારણ એ અરીસો છે..ને જે અરીસો છે ત્યાં ભ્રમ,વહેમ,લુચ્ચાઈ,નાટક,ઢોળ ચડાવેલ વ્યક્તિત્વોના ડાઘ,ધાબા,ધૂળ હોવાના જ..ને તેમને અરીસા સાથે મજા નહિ જ આવે,ત્યાં એ મૌન જ હશે! (સમજદાર કો ઈશારા કાફી હૈ!)પાન ની પીચકારીઓ પણ હોવાની જ(સમજે એને સલામ)..પણ એનું લક્ષ્ય અલગ એને પણ અરીસા સાથે વેર, ને છેલ્લે આવ્યું સત્ય જેને જે અંદર છે એજ બહાર બતાવવાનું છે એટલે એને હશે અરીસા સાથે પ્રિત.