હાસ્યનું વાવાઝોડું
હાસ્યનું વાવાઝોડું
વાવાઝોડું વાવાઝોડું અને વાવાઝોડું........
પબ્લિક એક્ટિવ થઈ ગઈ હો.. 😜😜😜😁😁😁
➡️વાવાઝોડા સમયે અને ત્યારબાદ કેવી સાવચેતી રાખવી જોઈએ ?
▶️વાવાઝોડું આવે ત્યાર થી જાય નહીં ત્યાં સુધી સમાચાર ના જોવા જોઈએ.💯✔️😀😀😀😀😀😀
➡️વાવાઝોડામાં તો મારા બાજુવાળા દાદા ના આગળ ના બે દાંત તૂટી ગયા !😜😁😂😜😜😜😜😜
બા ની વાવાઝોડું વાવાઝોડું કહી મઝા લેતા...
એટલામાં રસોડામાંથી વેલણ ઉડતું આવ્યું અને દાદાના આગળ ના બે દાંતનું નુકસાન કરીને જતું રહ્યું
➡️અમુક ચંપક તો એવાં હતાં એ થોડી થોડીવારે વોટ્સએપ પર મૅસેજ કરતાં હતાં કે....હવે વાવાઝોડું અહીંયા પહોંચ્યું હવે વાવાઝોડું અહીંયા પહોંચ્યું જાણે વાવાઝોડું એમની જ ગાડીમાં ના આવતું હોય !😜😁😂😀😁😁😁😁
➡️અમુક અઘરી નોટો તો કંઈક અલગ જ મૂડમાં હતી...
એમને એવું હતું વાવાઝોડું દીવથી આવે છે ને તો એમના માટે બોટલ પણ લેતું આવશે !
જાણે એમનાં મામા ના આવાના હોય દીવથી . .😂😃😀😜😂😊😊😊😊😊😊😀😁😁😁
➡️એનાથી એક સ્ટેપ ઉપરવાળી અઘરી નોટો,
વાવાઝોડાના વિડિયો ઉતારી ઉતારી આખા ગામ મોકલતા હતાં !
જાણે વાવાઝોડું ખાલી સંજયની જેમ એમને જ દેખાતું હોય.
હવે ઘણાંના મનમાં એ પ્રશ્ન હશે કે ઉપર સંજય કોને કીધું ? ઓલો મહાભારતવાળો ભાઈ... એ સમયનો આજ-તકનો રિપોર્ટર😜😁😁😀😀😀😃😃😃😂😂😂
➡️અમુક બારેમાસ ભૂખ્યા.... મારા-હારા દાળવડા લેવા નીકળ્યાં હતાં !😜😜😜😜😜😜😜
➡️વાવાઝોડામાં પવનની સિસોટીયો એવી વાગતી હતી કે 20-25 જણાને તો એ સિસોટીના અવાજથી જ કોરોના મટી ગયો ..😀😀😀😀😀😀😀
➡️ભાણો પૂછે છે..... વાવાઝોડાના લીધે તાલાલામાં કેરીઓ રસ્તા પર પડી ગઈ છે.😜😜😜😜
તો શું હું લઈને ખાઈ શકું છું ?
➡️વાવાઝોડું દીવથી આવવાનું આ સાંભળી ને જ ઘણાં દારૂડિયાઓને નશો ચડી ગયો😜😜😜😜😜😜😜
➡️અમારે ત્યાં વાવાઝોડું એટલું જોરદાર હતું, ને કે બૈરીને ફોન લગાવા જવું છું ને બેનપણીને લાગી જાય છે !
આવા વાહિયાત વોટ્સએપ મૅસેજ કરનાર ભાઈઓને એમની પત્નીઓ એ વાવાઝોડાના સમયે ધાબે ઊભાં રાખ્યાં હતાં. એ પણ અંગુઠા પકડાવી ને😀😀😀😀😀😀😀
➡️હવે આવી અફવા કોણ ફેલાવે છે કે કોરોના વરસાદમાં પલળી ગયો છે.😜😜😜😜
છેલ્લે આપણે બધા આ ગીત સાથે આ લેખની સમાપ્તિ કરીશું.
વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં
મારા પગ કેરાં કડલાં રે
વીરો મારો લેવા હાલ્યો
વીરા લઈને વેલો આવજે રે
સાસરિયા મારે ઘિરે બેઠા....
ૐ હાસ્યાંય નમઃ😜😃😂😁😁😁😁
તો ભક્તો મારી સાથે ગાઓ.......
આજે સૌને જય શ્રી કૃષ્ણ, કાલે વહેલા આવજો,
મન મંદિરના ખૂણેખૂણેથી, કચરો કાઢી નાખજો !
