🌹PARTH SHAH🌹

Inspirational

4.0  

🌹PARTH SHAH🌹

Inspirational

નિષ્ફળતા કોણ નક્કી કરશે ?

નિષ્ફળતા કોણ નક્કી કરશે ?

1 min
227


એ કોણ નક્કી કરશે કે તમે સફળ છો કે નિષ્ફળ ?

અને શા માટે ?

તમે નિષ્ફળ તો ત્યારે જ થઈ જાવ છો જયારે તમારી સફળતા-નિષ્ફળતા નક્કી કરવાનો અધિકાર તમે બીજાને આપો છો.

અને પછી કોઈ કામમાં મળતી ઓછી સફળતાને તમે નિષ્ફળતા માની બેસી જાવ છો.

અને એ લોકોની વાતને સાચી સાબિત કરી દો છો "કે તમે નિષ્ફળ છો".

એવું જરૂરી નથી કે નિષ્ફળ માણસ સફળ ના થઈ શકે.

"સફળતાની સૌથી પહેલી ચાવી તમારો હકારાત્મક અભિગમ છે."

એવું જરૂરી નથી દરેક સફળ માણસ ખુશ જ હોય જ !

જીવનમાં તમારું ખુશ હોવું એ જ તમારી સફળતા છે.

તમારી નિષ્ફળતા સોસાયટીના બાંકડા પર નક્કી થતી હોય છે. માટે એ લોકોથી ગભરાવાની જરૂરી નથી.

અને સફળ લોકો આ બધી વાતોમાં પડતા જ નથી.

નિષ્ફળતા જેવું કશું હોતું જ નથી એ ખાલી એટલું નક્કી કરી આપે છે, કે તમારી મહેનત ક્યાંક ને ક્યાંક થોડી ઓછી પડી છે.

અને હવે થોડી જ વધારે મહેનત કરવાથી 100% સફળતા મળી જશે.

માટે જીવનમાં હંમેશા ખુશ અને હકારાત્મક રહો અને નકારાત્મકતા અને નકારાત્મક માણસોથી દૂર રહો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational