Jashubhai Patel

Comedy Others

2.4  

Jashubhai Patel

Comedy Others

હાસ્ય-નાટય

હાસ્ય-નાટય

3 mins
13.4K


નાટક વાંચતાં પહેલાં નીચે આપવામાં આવેલ ફોટો-ચિત્ર જોયા બાદ વાંચનની શરુઆત કરવા વિનંતી છે.

'અલ્યા ! એય તું આ શું કરે છે ?'

'કશું ય નહિ.'

'અલ્યા, હાથમાં આ મોબાઇલ લઇને બેઠો છે ને પાછો કહે, કશું નહિ ?'

'ગાંડી, તને કશી ખબર ના પડે.'

'ઓહોહો...ના જોયા હોય તો મોટા ખબર ના પડે કહેવાવાળા.'

'બોલ જલ્દી.'

'ખોટી લમણા કૂટે છે તું... કહ્યું ને એકવાર તને ખબર નહિ પડે.'

'જા .... ઊંડા ધરામાં જઇને પડ. ના કહેવું હોય તો.'

'હું તો આ ચાલી મારે પિયર. રહેજો એકલાં. તું અને તારો આ મોબાઇલ.'

'અરે ! ગાંડી, તું તો નાનકડી વાતમાં જ રિસાઇ ગઇ.'

'તે રિસાઉં નહિ તો બીજું કરું શું ?'

'જો સાંભળ, કહું બધું તને. આને મોબાઇલ કહેવાય.'

'તે અલ્યા એ તો મનેય ખબર છે. એને મોબાઇલ કહેવાય. પણ આ આખો દિવસ મોબાઇલમાં તું કરે છે શું ?'

'જો સાંભળ આ મોબાઇલમાં હું ફેસબુક જોઉં છું.'

'ફેસબુક જુએ છે, પણ આ ફેસબુકમાં તું જુએ છે શું ?'

'આપણાં થોબડાં ?'

'તે અલ્યા, આપણાં થોબડાંમાં વળી જોવાનું શું ?'

'જેવાં હોય તેવાં દેખાય વળી.'

'સાવ એવું નહિ હોં.'

'કેમ એવું નહિ ? એવું જ હોય.'

'દરપણમાં આપણે જેવા હોઇએ એવા જ દેખાઇએને ?'

'અરે ! પગલી, પણ આ દરપણ નથી.ફેસબુક છે.'

'તે હેં અલ્યા, આ ફેસબુકમાં આપણું થોબડું જેવું હોય તેવું ન દેખાય ?'

'જેવું હોય એવું નહિ ગાંડી, એવું દેખાય.'

'અલ્યા શું વાત કરે છે તું !' આતો ભારે કમાલની વાત લાવ્યો ભાઇ તું તો !

'તો એ તો કમાલ છે. આ ફેસબુક. એમાં આપણે જેવા હોઇએ એવા જ નહિ પણ આપણને આપણે જેવા બતાવવા હોય નેએવા બતાવી શકાય.'

'વાહ ભાઇ વાહ. અલ્યા આ તો ભારે નવાઇની વાત કહેવાય.'

'તે હેં અલ્યા ધારોકે આપણે કવિ ના હોઇએ તો પણ ફેસબુક આપણને કવિ બનાવી દે ?'

'અરે પગલી,કવિ તો શુ ? લેખક-ચિત્રકાર-વિવેચક-પત્રકાર-અનુવાદક-નાટ્યકાર-સંગીતકાર જે બનવું હોય તે બધુ ય આ ફેસબુક આપણને બનાવી આપે.'

અલ્યા......

'તું તો ટાઢા પહોરનાં ગપ્પાં મારતો હોય એમ લાગે છે.'

'ના ગાંડી ના. તારા સમ. જો હું ગપ્પાં મારતો હોઉં તો.'

'તો પછી... આવું બધું કરવાનું કેમનું ? અને આપણને આવું અઘરું આવડે કેમનું ?'

'પગલી, આ તો એકદમ સહેલું ને સટ છે. તેં કેમનું કરવાનું ? જો હું તને સમજાવું. બધું વિગતવાર સાંભળ.'

'સૌથી પહેલાં બધાનું વાંચવાનું શરું કરવાનું બરાબર, થોડાક દિવસ વાંચ્યા પછી બધાનું લાઇક કરવાનું શરું કરવાનું બરાબર.'

'બરાબર .., પણ બોલને. હવે પછી આગળ શું કરવાનું ?'

'જો પછી ધીરે ધીરે થોડીક હિંમત એકઠી કરીને બધામાં કોમેન્ટ લખવાનું શરુ કરવાનું.'

'અલ્યા પણ આ કોમેન્ટ લખતાં આવડે કેમ ?'

'સાવ સહેલું જ છે ગાંડી. જો આપણે બધામાં 'સરસ છે ' આટલું જ લખવાથી શરુઆત કરવાની. પછી આગળ આગળ ધીરે ધીરે. ચાલ્યા કરવાનું. ઉતાવળ બીલકૂલ કરવાની નહિ. બધું જ 'સારું' 'સારું' એમ લખે રાખવાનું.'

'તે હેં અલ્યા, સારું ના હોય તોય સારું લખવાનું ?'

'અરે ગાંડી, એટલુંય સમજતી નથી.... એ તો લખવું પડે.'

'સારું હવે. પડી સમજણ. હવે પછી, આગળ બોલ. હવે આગળ શું કરવાનું ?'

'બસ .....

પછી ક્યાંકથી જે કંઇ સારું મળે તે બધું કોપી-પેસ્ટ કરીને ફેસબુકમાં ઠપકારે રાખવાનું.'

'બસ આટલું જ કરવાનું, અલ્યા આ તો બહુ સહેલું છે. તે હેં અલ્યા

આવું કરીએ તો કોઇ કશું બોલે નહિ ?'

'કોણ બોલે ?'

'હેં અલ્યા, શું વાત કરે છે તું.' તે બધા એવું જ કરતા હોય છે ?'

'ના ગાંડી, ના.આપણાથી એવું કહેવાય ? ને એવું કોઇ કરતું પણ હોય ?

આ તો જે આપણા જેવાં હોય તે જ કરે.'

'આ ફેસબુક તો બહુ મજાની છે લ્યા. હવે મને ખબર પડી કે આખો દિવસ તું આ મોબાઇલ લઇને કેમ પડ્યો રહેછે !'

'તો એમ વાત છે ત્યારે છે ને આ બંદાનો વટને ?'

'બંદાનો વટ નહિ,અલ્યા, આ તો આ ફેસબુકની કમાલ છે.


Rate this content
Log in

Similar gujarati story from Comedy