Jashubhai Patel

Inspirational Others

3  

Jashubhai Patel

Inspirational Others

કૂતરો

કૂતરો

2 mins
15.1K


રોજ સવારે લાયબ્રેરી ચાલતા જવાનો તેનો નિત્યક્રમ હતો. લગભગ અડધા કલાકની રોજની આ મુસાફરી આમ તો તેને બહુ ગમતી પણ તેમાં એક તકલીફ પણ હતી.

જતાં અને આવતાં બાર નંબરના હાઉસનો એક કૂતરો જ્યારે તે ફૂટપાથ પરથી પસાર થતો હોય ત્યારે દોડતો આવીને જોરજોરથી ભસતો. તે એટલા આવેગથી ભસતો કે શરૂઆતમાં તો તેને થોડોક ડર લાગતો. એવું થાય કે ક્યાંક આ કૂતરો નાનકડો ઝાંપો કૂદીને બહાર આવીને તેની ઉપર હુમલો કરશે તો ? આ વિચાર આવતાં જ તે ડરનો માર્યો ઝડપથી તે હાઉસ પસાર કરી દેતો. થોડેક દૂર ગયા પછી પણ કૂતરાના ભસવાના અવાજો કાનમાં ગુંજ્યા કરતા.

આ મુસિબતતો હવે રોજની થઇ ગઇ હતી. અને પાછો બીજો કોઇ ઉપાય પણ ન હતો. વળતાં પણ પાછા ફરવાના ટાઇમે કૂતરો હાજર જ રહેતો. કૂતરાના આવા વર્તન માટે તે બહુ વિચારતો. પણ તેના ભસવાનું કારણ સમજાતું ન હતું. આ કૂતરાથી હવે તો તેને નફરત થવા લાગી હતી.

પણ આજે નવાઇની વાત બની. આજે કૂતરો સાવ મૌન હતો. ફક્ત તેની સામે જોઇને ઉદાસ નજરે તાકી રહ્યો હતો થોડીવાર તે પણ કૂતરાને નિહાળતો તેના ભસવાની રાહ જોતો ઊભો રહ્યો.

પણ આ શું ? કૂતરો પૂંછડી પટપટાવતો ઝાંપાની અંદર આંટા મારતો , ઘડીક ઊભો રહેતો, તો વળી તેની સામે દયાભરી નજરે તાકી રહેતો. કૂતરાના આ નવું સ્વરૂપે તેને વિચાર કરતો કરી દીધો. પણ તેની સમજની બહાર હતું.

થોડી વાર પછી તેણે લાયબ્રેરી તરફ પ્રયાણ કર્યું.

આજે લાયબ્રેરીમાં વાંચવામાં તેનું મન લાગતું ન હતું . તેની નજર સમક્ષ અવાચક કૂતરો જ તરવરતો હતો. રોજનો અણગમતો કૂતરો તેને ગમવા લાગ્યો હતો. આજે તેને કૂતરાની થોડી ચિંતા થવા લાગી.

પાછા વળતાં તેની નજર બાર નંબરના હાઉસ પર કૂતરાને શોધવા લાગી. પણ કૂતરો ક્યાંય ન દેખાયો. ઘેર જઇને તેને ચેન ન પડ્યું. કૂતરાએ તેના મન પર એવો કબજો લીધેલ કે રાતે ઊંઘમાં પણ તેને જુદા જુદા સ્વરૂપે કૂતરો જ દેખાતો રહ્યો.

બીજે દિવસે તેને પડોશીઓ પાસેથી જાણવા મળ્યું કે બાર નંબરના હાઉસમાં ઘણા વર્ષોથી એકલા રહેતા પંચાસી વર્ષના ઘરડા વ્રુધ્ધનું આગલી રાતે અવસાન થયું હતું .


Rate this content
Log in

Similar gujarati story from Inspirational