ગુરુ મહિમા
ગુરુ મહિમા
ગુરુની સંધિ છૂટી પાડીએ તો ગુ + રુ. ગુ એટલે અંધકાર અને રુ એટલે પ્રકાશ...એનાં પરથી સમજી શકાય કે અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી જ્ઞાનનો પ્રકાશ ફેલાવે તે ગુરુ...
શિલ્પી જેમ વધારાના પથ્થરને કુશળતાથી કોતરીને કેવી સરસ મૂર્તિ બનાવે છે... તેમ ગુરુ પણ પોતાના શિષ્યનાં કષાયો રૂપી અવગુણોને દૂર કરી તેને લાયક બનાવે છે.. અને સમાજ સામે એક સાર્થકતાનું ઉદાહરણ પાડે છે.
ગુરુના ગુણોનું વર્ણન કરવા માટે શબ્દો પણ ઓછા નહીં આછા પડે... એવું વ્યક્તિત્વ એમનું હોઈ છે.. જેમ પારસમણી લોઢાને સોનુ બનાવે છે.. બસ એમજ ગુરુનો હાથ અને સાથ આપણાં ઉપર હોઈ ત્યારે આપણું વ્યક્તિત્વ નીખરી જાય છે.
કબીરજી નો એક દુહો "ગુરુ ગોવિંદ દોનો ખડે, કિસે લાગુ પાય.. બલિહારી ગુરુ આપકી ગોવિંદ દિયા દિખાય "... આ દુહા દ્વારા કબીરજી કહેવાં માંગે છે કે ગુરુ એક પ્રથમ પગથિયું છે...પહેલું પગથિયું ચડ્યા પછી જ આગળ વધી શકાય, તેમ ગુરુ મળ્યાં પછી જ તેનાં દ્વારા જ આપણને પ્રભુ પાસે પહોંચાડે છે...જેમ મા, જયારે સંતાન નાનું હોઈ ત્યારે પોતાના મમતા રૂપી પાલવથી સંતાનનું રક્ષણ કરે છે, તેમ ગુરુ પણ પોતાની શીતળ છાંયામાં શિષ્યનું સુપેરે ઘડતર કરે છે.
જેમ એક વૃક્ષ પોતે ઠંડી, ગરમી અને વરસાદ સહીને આપણને છાંયા, મીઠાં ફળો જેવી અનેક વસ્તુ આપે છે.. બસ એમ જ ગુરુ પણ પોતે બધું જ સહન કરશે અને પોતાના શિષ્યને આશીર્વાદ રૂપી છાંયા અને જ્ઞાન રૂપી મીઠાં ફળ આપે છે.
અરે ! વધુ તો શું કહું.. જો એકવાર ગુરુ આપણો હાથ ઝાલી લે, તો આપણને તેઓ ચોક્કસ સંસારસાગરમાંથી બહાર કાઢશે જ.
"ગુરુ વિના કોણ આપે જ્ઞાન,
ગુરુનું શરણું છે મહાન,
ગુરુ વિના નહીં જ્ઞાન,
ગુરુ વિના નહીં જ્ઞાન.
