STORYMIRROR

Neeta Jatakia

Inspirational

4  

Neeta Jatakia

Inspirational

ધીરજનાં ફળ મીઠાં

ધીરજનાં ફળ મીઠાં

2 mins
230

મયંક, એક પ્રતિષ્ઠિત કંપનીમાં મેનેજરની પોસ્ટ પર કામ કરતો હતો. તે ખુબ જ પ્રામાણિક, પોતાના કામ પ્રત્યે ખુબ નિષ્ઠા ધરાવતો હતો. એક કર્મઠ વ્યક્તિત્વ ધરાવતો હતો. તેની કાર્યશૈલીને કારણે કંપનીને લાખો \નો ફાયદો થતો હતો. તે પોતાના કાર્યથી સંતુષ્ટ હતો પણ એને સતત એવું લાગતું કે, "હું કંપનીને આટલો ફાયદો કરાવું છું, પણ કંપની આ બદલ મારો પગાર વધારતી નથી કે ક્યારેય મારી પ્રશંસા કરીને મારું પ્રોત્સાહન નથી કરતી ? શું ઉપરી અધિકારીઓને આ બધું દેખાતું નહીં હોય ?

સતત આવાં વિચારોને કારણે એ માનસિક તાણ અનુભવતો. એની અસર એનાં ચહેરા પર અને તેનાં સ્વાસ્થ્ય પર પડવા લાગી. મયંકનાં પપ્પા સુબોધભાઈની નજરથી આ છાનું નહતું, પણ તેઓ યોગ્ય સમયની રાહ જોઈ રહ્યાં હતાં.

 એકદિવસ રજાનાં દિવસે મયંક ઉદાસ થઈને સંધ્યાનાં રંગો નિહાળી રહ્યો હતો, ત્યાં જ સુબોધભાઈ આવ્યાં અને મયંકની સામે બેસતાં બોલ્યાં, "બહું ગહન ચિંતનમાં છે બેટા. કંઈ મુશ્કેલી હોય તો મને કહેજે. "

મયંકે ઓફિસે જે બનતું હતું તેનું તાદ્દશ્ય વર્ણન કર્યું. ત્યાં તો સુબોધભાઈ હસીને બોલ્યાં, "બસ, આવડી નાની વાતમાં આટલું મોટું ટેન્શન ન હોય બેટા."

ભગવતગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને કહ્યું હતું, "કર્મણ્યે વાધીકા રસ્તે, મા ફલેશું કદાચન :" હે અર્જુન, તું ફક્ત તારું કર્મ કર, એનું ફળ તને જરૂરથી મળશે જ. એમ જ તું તારું કર્મ રૂપી કાર્ય કર, એનો સમય આવશે ત્યારે તને તેનું ફળ અવશ્ય મળશે જ.."

સાંભળતાં જ મયંક ઉદાસી ખંખેરી ઉભો થઈને બીજા દિવસથી પુરાં જોશ સાથે કામે લાગી ગયો. થોડાં સમય બાદ સુબોધભાઈને એટેક આવતાં, તાત્કાલિક ઓપેરશન કરાવવું પડે તેમ હતું. એનાં માટે મયંકને 7 લાખ રૂપિયા અને એક મહિનાની રજા લેવી પડે તેમ હતી કારણ તે એનાં પિતાનું એકમાત્ર સંતાન હતો એટલે આ સમયે પિતાનું ધ્યાન રાખવું તે મયંકની ફરજ અને જવાબદારી હતી. તે ચિંતામાં હતો કે ઓપેરશન માટે આટલી મોટી રકમ ક્યાંથી લાવું ? અને બોસની પાસે રજા માંગવા જાઉં અને નહીં આપે તો.

ત્યાંજ પ્યુન આવ્યો અને બોલ્યો, " બોસ તમને બોલાવે છે. "

મયંક થોડી ચિંતા અને ડર સાથે બોસ પાસે આવ્યો. બોસે તેને બેસવાનું કહ્યું અને એક કવર એનાં હાથમાં આપ્યું.

મયંક ડરી ગયો કે, "શું મને નોકરીમાંથી બરખાસ્ત કરવાનો લેટર આપ્યો હશે ? "

મધ્યમવર્ગી મયંકને આ તકે નોકરી ગુમાવવી પોસાય એમ ન હતું. એણે ધ્રુજતાં હાથે કવર કાઢ્યું અને જોયું તો... આ શું ? સાત લાખનો ચેક અને એક મહિનાની ચાલું પગારે રજા મળતાં એ હતપ્રભ બનીને બોસની સામે જોવાં લાગ્યો.

બોસ બોલ્યાં, "મિ. મયંક આ તમારી આટલાં વરસની ખંત અને કર્તવ્યનિષ્ઠાનું પરિણામ છે. અમે અમારાં દરેક કર્મચારીનાં કામની 'કદર' સમય આવ્યે કરીએ જ છીએ અત્યારે તમારી જરૂર તમારાં પિતાને છે. માટે તમે ત્યાં જાઓ."

મયંક મનોમન એનાં પપ્પાનાં શબ્દો યાદ કરતો હોસ્પિટલ જવાં નીકળ્યો. કર્મ કરતાં રહો, ફળની અપેક્ષા ન રાખો.. તમારાં દરેક કર્મની 'કદર' સમય આવ્યે થાય જ છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational