ગોવિંદાની સ્વામીભક્તિ
ગોવિંદાની સ્વામીભક્તિ


એક ગામ હતું. તે ગામમાં એક પટેલ રહેતા હતા. તેમના ઘણા ખેતર હતા. તેથી એક ખેડૂત રાખેલો. તેનું નામ ગોવિંદો. પટલાણી કહે છે 'સાહેબ ચાલોને આપણા પડોશમાં સૌ સંઘમાં જાત્રાએ જાય છે. તો આપણે ય જઈએ.' 'પણ ઘર કોણ સંભાળશે ?' તો કહે 'ગોવિંદો છે એ જોશે.' અને બંને એ જાત્રામાં જવાનું નક્કી કર્યું.
ગોવિંદો ગાયો ચરાવવા જાય છે. ત્યાં કાનાભાઈ આવે છે. એ પૂછે છે પટેલ પટલાણી જ્યાં ગયા છે ત્યાં તારે જાઉં છે ? ગાયો ચરે ત્યાં સુધીમાં તો પાછા આવી જઈશું. એમ કરી એક રૂપિયો આપી વિમાનમાં જાવા કીધું. ગંગાજીમાં જ્યાં સ્નાન કરવા ગયા ત્યાં પટલાણી જોઈ ગયા. અહીં આપણો ગોવિંદો ક્યાંથી હોય આપણે તો અહીં આવતા દિવસો લાગ્યા. અને પછી વિમાનમાં બેસી જ્યાં ગાયો ચરતી હતી ત્યાં બંને પાછા આવી ગયા.
પટેલ પટલાણી પાછા આવી ને ગોવિંદાને વાત કરે છે. તારા જેવું જ કોઈ જાત્રામાં જોયેલું. ગોવિંદો કહે 'હું અને મારા કાનભાઈ જાત્રામાં આવેલા.' ગાયો ચરાવતા કાનાભાઈ બોલ્યા 'પટેલ ની દીકરી જોડે પરણવું છે ?' 'આવા ખેડૂતને કોણ પટેલ દીકરી આપે શુ મજાક કરો છો ?' તો કાનાભાઈ કહે 'હું માંગીશ માંગુ.' અને કાનાભાઈ એ દાગીનાની થેલી પટલાણી 'ને બતાવતા કહ્યું કે 'ગોવિંદાની પત્ની માટે છે.' અને પટરાણી બોલ્યા કે 'આપણે આપણી દીકરીને ગોવિંદા સાથે પરણાવીએ તો ?' અને પછી વાજતે ગાજતે ગોવિંદાના લગ્ન થયા.