JINAL DESAI

Drama Fantasy

2  

JINAL DESAI

Drama Fantasy

ગણના અવગણ

ગણના અવગણ

3 mins
373


ઘણા વરસો પહેલાની આ વાત છે. એક યુવાન હતો. તે સ્વભાવે ખુબ જ દયાળુ અને પરોપકારી હતો. તેને જીવજંતુ અને પશુ-પક્ષીઓ પર ખુબ જ દયાભાવ હતો. એક સમયની વાત છે. આ યુવાન પોતાની સાસરીમાં જઈ રહ્યો હતો. તેની સાસરીમાં તેની સાળીના લગ્ન હતા. એ વખત આટલા બધા સાધનોની સગવડ ન હતી. લોકો ચાલતા ચાલતા જ એક ગામથી બીજા ગામ જતા હતા.

બસ આ યુવાન પણ એ જ રીતે પોતાના ગામથી પોતાની સાસરીના ગામ ચાલતો જતો હતો. જતાં જતાં રસ્તામાં એક નદી આવી. આયુવાન નદીમાં પાણી પીવા ગયો. ત્યાં તેને જોયું કે નદીના પાણીમાં એક મોટું જાળું તણાતું જતું હતું. આ કાંટાળા જાળામાં એક સાપ ફસાઈ ગયો હતો. તેના શરીરમાં કાંટા પેસી ગયા હતા. તે નીકળી શકતો નહતો. આજોઈને પેલા યુવાનને સાપની દયા આવી. તેને નદી પાસે જઈને એ જાળાને બહાર કાઢ્યું.

તેને ધીમે રહીને જાલામાથી સાપને બહાર કાઢ્યો. તેના શરીરમાં ભોંકાયેલા કાંટા કાઢી અને સાપને જમીન પર પાછો મુક્યો. તરત જ સાપ બોલ્યો કે ‘હું તને ડંસ મારીશ.’ પેલા યુવાન તો મૂંઝાઈ ગયો. તેને સપને કહ્યું, ‘ભાઈ મેં તો તારો જીવ બચાવ્યો છે. જો મેં ના બચાવ્યો હોત તો તું મરી ગયો હોત. તારે તો મારો આભાર માનવો જોઈએ.’

ત્યારે સાપે કહ્યું, ‘તમારી માનવજાત પર કોઈ જાતની દયા કરાય જ નહિ. તમે લોકો દયા કરવાને લાયાક જ નથી.’ ત્યા પેલા માણસે પૂછ્યું, ‘એ કેવી રીતે ?’ ત્યારે સાપે કહ્યું, ‘જ્યાં ત્યાં ગાય બેઠી છે તેને પૂછી આવ’ પેલો માણસ તો ગાયને પૂછવા ગયો. તેને એમ કે ગાય તો દયાળુ હોય. તે ચોક્કસ મને આ સાપ પાસેથી છોડાવશો. તે ગાય પાસે ગયો. ગાયને પોતાની આખી આપવીતી કહી અને વિનનાતી કરી કે મને સાપ પાસેથી છોડવો.

ત્યારે ગાયે કહ્યું, ‘સાપ બિલકુલ સાચું જ કહે છે. સાપે માણસને ડંખ મારવો જ જોઈએ. પેલા માણસને નવાઈ લાગી ! તેને કહ્યું, ‘એવું કેમ ?’ ત્યારે ગાયે કહ્યું, ‘મેં વીસ વરસ સુધી માણસના ઘરે દૂધ આપ્યું. વાછરડા આપ્યા. વાળો ભરીને ગાયો આપી. અને આજે હું ઘરડી થઇ ગઈ. એટેલે માણસે મને સેવા કરવાને બદલે પોતાના ઘરેથી કાઢી મૂકી. બોલો માણસ જાત ગુનેગાર કહેવાય કે નહિ ?’ માણસને ગાયની વાત સાચી લાગી. તે સાપ પાસે પાછો ગયો. અને કહ્યું, ‘ગાય તો કહે છે કે સાપે માણસને ડંસ મારવો જ જોઈએ.

પછી યુવાને કહ્યું, ‘નાગરાજ અત્યારે હું મારી સાસરીમાં જઈ રહ્યો છું. મારા વગર ત્યાં પ્રસંગ અટકી પડશે. હું તમને વચન આપું છું. મને મારી સાસરીમાં જવાદો. હું જયારે પાછો આવું ત્યારે ચોક્કસ તમારી પાસે આવીશ. તમે મને ડંસ મારી લેજો. યુવાની વાત પર વિશ્વાસ પડ્યો. તેને માણસને સાસરીમાં જઈ પાછા આવવાની મુદત આપી.

પેલો યુવાન તો પોતાની સાસરીમાં ગયો. પણ તેને કશું ગમતું ન હતું. કેમકે તેને સાપ ડંસવાનો હતો. એટલે તે ઉદાસ હતો. આ જોઈને તેની પત્નીને ખ્યાલ આવી ગયો કે મારા પતિ કોઈ ચિંતામાં છે . તેને પોતાના પતિને સાચી વાત કહેવા કહ્યું. યુવાને સાપવાળી આખી વાત પોતાની પત્નીને કહી. તેની પત્નીએ કહ્યું, ‘તમે જરાય ચિંતા નાં કરો. હું તમારી સાથે આવીશ.'

બીજા દિવસે પેલા યુવાની પત્ની યુવાનની સાથે સાપ પાસે આવી. ત્યાં જઈને તે યુવાનની પત્ની સાપ પાસે ખોલો નાખીને પગે લાગી. સાપે તેને આશીર્વાદ આપ્યા. અખંડ સૌભાગ્યવતી ભવ. પછી સાપ પેલા યુવાને ડંસ મારવા ગયો. ત્યારે પેલા યુવાની પત્ની આડી આવી ગઈ અને કહ્યું, ‘નાગરાજ તમે મારા પતિને ડંસ નહિ મારી શકો.’ ત્યારે નાગે પૂછ્યું ‘કેમ ?’ ત્યારે પેલા યુવાનની પત્નીએ કહ્યું, ‘થોડીવાર પહેલા જ તમે મને આશીર્વાદ આપ્યા કે, ‘અખંડ સૌભાગ્યવતી ભવ’ આ યુવાન મારા પતિ છે. તમે જો તેને ડંસ મારસો તો હું વિધવા થઇ જઈશ. અને તમારા આશીર્વાદ ખોટા સાબિત થશે.

આ સાંભળી નાગ સમજી ગયો કે,’પેલી યુવતીએ પોતાની બુદ્ધિથી પોતાના પતિના પ્રાણ બચાવી લીધા હતા. અને પછી નાગે એ યુવાની પત્નીને પોતાની દીકરી માની, અને તેના પતિને માફ કરી દીધો. આમ એક યુવતીએ પોતાની બુદ્ધિથી પોતાના પતિનો જીવ બચાવી લીધો.


Rate this content
Log in

More gujarati story from JINAL DESAI

Similar gujarati story from Drama