PARITA VAGHOSHI

Children Others

3  

PARITA VAGHOSHI

Children Others

ગધેડાની વાત

ગધેડાની વાત

2 mins
930


એક મોટું જંગલ હતું. નદી કિનારે સુંદર ફૂલછોડ હતાં. ત્યાં પાણી પીવા બધાજ જાનવર આવતા. એક ગધેડો ત્યાં ઘાંસ ચરતો હતો. એવામાં વાઘ પસાર થાય છે. ત્યાં જ ગધેડો બોલવા લાગે છે. વાહ વાહ પીળું પીળું ઘાંસ. .કુણું કુણું ઘાંસ..વાઘને હસું આવે છે. અને બોલે છે ઘાંસ પીળું નહી લીલું હોય. પણ ગધેઓ માનતો નથી. એ જોઈ બીજા જાનવરો પણ હસવા લાગે છે.

પણ ગધેડો એકનો બે ન થયો. અને કેહવા લાગ્યો ચલો આપને રાજાને જ જઈને પૂછીએ. જો હું સાચો તો વાઘને સજા અપાવીશ. સૌ પશુ પક્ષી એમની પાછળ પાછળ રાજદરબાર પહોંચ્યા. પણ ગધેડો એકનો બે ન થયો. વાત એની એ જ કે ઘાસ તો પીળું જ હોય. સૌ દરબારીઓ હસવા લાગ્યા. અને રાજા બોલે એની રાહ જોવા લાગ્યા. વનરાજ બોલ્યા કે તમારા બન્નેની વાત સાંભળીને હું કહું છું કે ગધેડાની વાત સાચી છે. અને ગધેડો ખુશ થતો હરખાઈ ને બોલવા લાગ્યો કે હું સાચું બોલતો હતો. અને વાઘને ૧ વર્ષની સજા આપી.

આ બાજુ ગધેડો હરખાતો નદીએ પાછો ગયો. ત્યાં દરબારમાં સૌ રાજા સામે જોવા લાગ્યા. ત્યારે વનરાજ બોલ્યા વાઘ ને સજા એટલે આપી કે તે ગધેડા સાથ એ બહેસમાંઉતાર્યો. અને આપના સૌનો કીમતી સમય બગાડ્યો. સૌ એક બીજાનાં મો જોવા લાગ્યા અને શરમાઈ ગયા. એથી જ ગધેડા જેવા મુર્ખ માણસો સાથે ઝગડો કરી સમય વ્યય કરવામાં સમજદાર માણસનું જ નુકશાન થાય છે.


Rate this content
Log in

More gujarati story from PARITA VAGHOSHI

Similar gujarati story from Children