ધવલો ગોવાળ
ધવલો ગોવાળ
એક ભરવાડ હતો. તેના ત્રણ છોકરા ને એક છોકરી. તેમના નામ લાલ્યો, ધવલો, સુનીલ અને નીના. એકવાર તેઓ બકરા ચરાવવા ગયા ત્યારે તેઓ એક ટેકરી પર બેઠાં. ત્યાં અચાનક ડમરી ઉડી. અને બહેન એમાં દેખાયેલ ઝુમ્ખી લેતા જતા ગુમ થઇ ગઈ. અને તેઓ બાપુજીને કહેવા દોડ્યા. શોધે પણ જડી નહી. લાલ્યાએ કહ્યું 'હું શોધી લાવીશ.' એમ કહી જંગલમાં નીકળ્યો. અંધારું થયું ત્યાં એક ઝુપડી દેખાઈ. તો ત્યાં તપાસ કરવાં ગયો અને રાતવાસો કર્યો. એ ડોસો સવાર થતાં એની ગાયો ચરાવવા બોલ્યો. અને કહ્યું ‘હાંકવાની નહી અને મારવાની નહી. એની મેળે એનું ટાણું થશે એટલે આવી જશે.’ એ શરતે લાલિયો નીકળ્યો ગયો ચરાવવા.
રસ્તા મા બગીચો આયો ને ફળ જોઇને મોમાં પાણી આવ્યું. ગયો મૂકી ને એ લાગ્યો ફળ ખાવા. ગાયો પછી વળાવતા એક ઓછી હતી. એટલે તે એક થાંભલો બની ગયો. પછી આવ્યો ધવલો શોધતો શોધતો એના ભાઈ અને બહેન એ પણ એ જ ડોસાને ત્યાં આવી ચડ્યો. એ પણ ત્યાં રહ્યો અને બીજે દિવસ થયો એટલે ડોસા એ માંગણી કરી ક
ે ગાયો ચરવી લાવ. ‘હાંકવાની નહી અને મારવાની નહી. એની મેળે એનું ટાણું થશે એટલે આવી જશે.’ ધવલો તો ગયો ગાયો પાછળ.
રસ્તામાં આગ લાગેલી તો ય ગાયો તો તેના તે જ રસ્તે ચાલે. ધવલાને લાગી નવાઈ પણ કરે શું એને તો ગયો પાછલ જ ચાલવાનું હતું. તેઓ તો હેમખેમ નીકળી ગયા. પાછા વળતા જંગલમાં એક પાટ હતી. પણ એણે તે બાજુ જોયું નહી. ગાયોની પાછળ જ ચાલે રાખ્યું. સોનાની પાટ બોલી મને વેચી ને માલામાલ થઇ જઈશ. પણ એનું ધ્યાન હટ્યું નહી. અને ઝુપડીએ પાછો આવી ગયો.
ડોસો બોલ્યો હમણાં તારી નીતિની ખબર પડશે. એમ કહી ગાયો ગણવા માંડી . ને એના આશ્ચર્ય નો પાર ન રહ્યો. ગાયો જેમની તેમ હતી. અને બોલ્યો આ બે થાભલા જ તારા ભાઈ બહેન છે. જા લઇ જા એલોકો ને પણ જોડે. હું તારી નીતિથી ખુશ થયો. એ બન્નેની નીતિ જુમ્ખી અને ફળમા પેસી ગયી. એટલે થાંભલા બનાવી દીધા. અને તું તારા ભાઈ બહેનને શોધતો આવેલો તેમ છતાય મારી ગયોનું ધ્યાન રાખી પછી લાવ્યો. એટલે હવે તમે બધાં સુખે થી રહો.