Jn Patel

Inspirational Others

3  

Jn Patel

Inspirational Others

ધનતેરસ

ધનતેરસ

1 min
7.7K


આજે છે આસો વદ તેરસ. એટલેકે ધનતેરસ. ધનતેરસ એટલે

લક્ષ્મી કે ધનપૂજાનો દિવસ. આજે દરેક ઘરમાં લક્ષ્મીપૂજન થવાનું જ. ધનની પૂજા સાથે મહાલક્ષ્મીની આરાધના કરવા આજે દરેક

વ્યક્તિ સજીધજીને તત્પર હશે અને આમ પણ કહે છે ને કે

પૈસો સર્વસ્વ નથી પણ જિંદગી જીવવા તેની પણ જરૂર તો પડે જ છે.

જેની પાછળ જગત આંધળી દોટ મૂકે છે તે લક્ષ્મીને ભારતીય સંસ્કૃતિએ પવિત્ર અને માતા સમાન માની છે. લક્ષ્મીના પતિ ભગવાન વિષ્ણુ છે. પુરુષ તેનો પુત્ર છે. વેદોમાં લક્ષ્મીની સ્તુતિ કરતાં કહ્યું છે, પાપકર્મો માટે

વપરાય તે અલક્ષ્મી. સ્વાર્થ માટે વપરાય તે લક્ષ્મી અને નિ:સ્વાર્થ કાર્ય માટે વપરાય તે મહાલક્ષ્મી. આપણા દેશમાં સ્ત્રી ને લક્ષ્મી સાથે સરખાવવામાં. આવે છે.

તો પછી આજના દિવસે ચાલોને એ ગૃહલક્ષ્મીની જ પૂજા કરીએ તો કેવું ? અરે હાં મિત્રો જે હજી કુંવારા છે તેઓ પણ સ્ત્રી શક્તિરૂપે રહેલી માતા કે બહેનની પૂજા કરી શકે છે. સૌ મિત્રો અને વડીલોને ધનતેરસ ની ખુબ ખુબ શુભકામના મા લક્ષ્મી તમારું જીવન સુખ- સંપત્તિ થી ભરપૂર રાખે તેવી જગત પતીને પ્રાર્થના.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational