હેપ્પી વેલેન્ટાઈન ડે
હેપ્પી વેલેન્ટાઈન ડે


પશ્ચિમી કલ્ચર એટલે વિવિધ ડે નો ઉત્સવ.
છેલ્લા કેટલાય દિવસોથી નવા નવા
ડે ની ઉજવણી થાય છે, અને હજુ પણ
કેટલા દિવસ સુધી થશે.
નાના હતા ત્યારે રમતા...
પેલી સોલોમેન ગ્રંડી ની
એક સરસ વાત યાદ આવે... સોમવારે જનમ થયો... મંગળવારે મોટો થયો...
બુધવારે બુધ્ધિ આવી...
અને આમ જ એક જીવન પૂરું થઈ ગયું.
બસ આ પશ્ચિમી ઉત્સવોનું પણ એવું જ છે.
પણ આપણી ભારતીય સંસ્કૃતિમાં જોઈએ તો, સવારથી સાંજ સુધી
રોજે રોજ વિવિધ ડે ની ઉજવણી થાય,
ઘરમા નાનકડા બાળક માટે કંઈક લઈ જઈએ તરત એ બાળક ખોલી અને
દોડતું એના મમ્મી કે પપ્પા પાસે જાય
અને કે પપ્પા એક બાઈટ તમે ભરો તો...
શું આ મારો રોજેરોજ ચોકલેટ ડે નથી..??
રોજ સવારે એક નવો સંકલ્પ કરી અને
એ જ બાળક કહે કે પપ્પા આજે હું આટલું
કરીશ તો તમારે મારી સાથે આજે રમવું પડશે..
શું આ પ્રોમિસ ડે નથી મારો...??
એ જ નાનું બાળક રોજ સાંજ પડે
હું ઘરે જવું અને દોડતું આવી અને સીધુ
મારી ગરદનમાં લટકી જાય..
શું આ હગ ડે નથી મારો...??
ઘરના બીજા બાળકો પણ દોડી આવે
અને મને મને મને મને... પણ ઊંચું કરો
અને ઉચકતાની સાથે જ ગાલ પર
ચુંબનોની વણઝાર થઈ જાય..
શું આ કિસ ડે નથી મારો...??
થાકેલો થાકેલો ઘરે આવું અને મારી
સાથે બેસી અને રાતે મન ભરીને વાતો
કરે, ઘરની એ લક્ષ્મી ને તરત જ એક જ
પળમાં મારો તમામ થાક દૂર થાય..
શું કહીશ આને હું..?
રાત પડે ને હાથના તકિયા પર માથું ઢાળીને સૂઈ જાય.. તો શું રોજેરોજ
વેલેન્ટાઈન ડે નથી મારા માટે..??
મારી સંસ્કૃતિ મહાન છે એનું કારણ જ
કદાચ આ છે દિને દિને નવં નવં...
નવા નવા ઉત્સવોને મારા જીવનમાં
હું રોજ માણતો રહું છું, તો મારે આવા
કાલ્પનિક ડે ઉજવવાની જરૂર ખરી..!!
મારે આવી યાંત્રિક મારા જીવનમાં
લાવવાની જરૂર ખરી..!!
હશે... ચાલો આતો મેં મારા
વિચારો રજુ કર્યા..
હું પણ આજે તમને સૌને વિશિસ
આપું છું. વ્યસ્ત જીવનમાંથી પણ આજે
સૌ કપલ પોત પોતાના પાર્ટનર માટે એક
દિવસ યાદ કરવા તો કાઢે છે, એ પણ
મોટી વાત છે...
ચાલો આજના સ્પેશિયલ દિવસની
જગતમાં સૌ મિત્રોને મારી વિશિસ...
હેપ્પી વેલેન્ટાઈન ડે ..