The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Rayththa Viral ( R V )

Inspirational

3  

Rayththa Viral ( R V )

Inspirational

દેશ-પ્રેમ(મારી પ્રેરણા)

દેશ-પ્રેમ(મારી પ્રેરણા)

12 mins
951


ઉનાળાની ભરપૂર ગરમીમાં પ્રેમ પોતાની કોલેજટ્રીપ માથી જમ્મુ-કાશ્મીર,દિલ્લી અને લદાખ ફરવા ગયો હતો. પ્રેમ મુંબઈની પ્રખ્યાત કોલેજ એવી એમ. કે. ગાંધી કોલેજમાં કોમેર્સનો વિદ્યાર્થી હતો. દિલ્લીમાં ફરી લીધા પછી હવે આખી કોલેજ બીજી સવારે ટ્રેનથી જમ્મુ રવાના થવાની હતી,એટલે દરેક સ્ટુડન્ટ ને ખાસ સૂચના હતી કે બધા વહેલા સૂઈ જાય,જેથી સમયસર સ્ટેશન પહોંચી શકાય.


       બીજી સવારે બધા સમયસર સ્ટેશન તો પહોંચી ગયા,પરંતુ ટ્રેન પોતાના સમયથી અડધો કલાક મોડી ચાલી રહી હતી. આથી બધા રેલ્વે પ્લૅટફૉર્મ પર ચકર લગાવવા લાગ્યા. એવામાં પ્રેમ ની નજર સામે થી આવી રહેલા એક વ્યક્તિ પર પડી. તેને જોયું કે તેમની પાસે બહુ જ સમાન હતો જેના લીધે તેમણે ચાલવામાં ઘણી મુશ્કેલી થઈ રહી હતી,અને તેમણે કુલી પણ નહતો રાખ્યો. પ્રેમ જલ્દીથી તેમની પાસે ગયો અને તેમણે તેમના હાથ માં રહેલો તે સમાન તેમની પાસે થી ઊચકવા કહ્યું. પરંતુ પેલા ભાઈએ તેમણે તે સમાન આપવાની ના પાડી,અને એમને પ્રેમને હિન્દીમાં કહ્યું કે“આમાં બહુ વજન છે તું નહીં ઉપાડી શકે”


       પ્રેમને લાગ્યું આ ભાઈ મને સમજે છે શું?તેમના કરતાં મારી ઉમર ઓછી છે,મારા પાસે તેમના કરતાં વધુ શક્તિ હશે છતાં મને ના પાડે છે. પ્રેમએ ફરી એક વખત પ્રયત્ન કરતાં કહ્યું કે “લાવો હું થોડો સમાન લઈ લઉં જેથી તમને ઓછી તકલીફ પડે” આ વખતે પણ તે ભાઈએ એ જ જવાબ આપ્યો કે “ભાઈ તું નહીં ઉપાડી શકે”હવે પ્રેમ ને ગુસ્સો આવ્યો અને થોડો ઇગો પણ દુભાયો. આ વખતે તે થોડો મોટો આવાજ કરી ને બોલ્યો કે“આપો હું ઉપાડી લઇશ”. પેલા ભાઈને પણ થયું કે જુવાન હવે થોડો ભાવુક થાય છે એટલે તેમણે પોતાના હાથ માથી થોડો સમાન નીચે રાખ્યો અને તેને તે સમાન ઉપાડવા કહ્યું.


       પ્રેમને તો જાણે મોટી સફળતા હાથ લાગી હોય તેવું લાગવા લાગ્યું. જેવુ પ્રેમ તે સમાન લેવા નીચે નમ્યો કે આખા સમાન ની સાથે પોતે પણ જમીન પર બેસી ગયો. પ્રેમ ને જમીન પર પડેલા જોઈને તે ભાઈએ કહ્યું કે “હું ના પાડી રહ્યો હતો કે નહીં ઉપડે તારાથી”. પછી તે ભાઈએ પ્રેમ અને પેલા સમાન બને ને ઊભા કર્યા,અને પછી પોતાનો સમાન લઈ અને પોતાના પ્લૅટફૉર્મ તરફ આગળ વધવા લાગ્યા.


       પ્રેમને થોડો આશ્ચર્ય થયો કે પોતે આટલો સમાન પણ ના ઉપાડી શક્યો,નક્કી આ સમાન માં કઇંક છે. તે જલ્દી થી તે ભાઈ ની પાછળ દોડ્યો.

તમે ક્યાં જઈ રહ્યા છો. ?પ્રેમએ પેલા ભાઈને પૂછ્યું

હું સિયાચીન જઈ રહ્યો છું. પેલા ભાઈએ કહ્યું

ક્યાં. ?પ્રેમએ વળતો સવાલ કર્યો

સિયાચીન,જે જમ્મુ-કાશ્મીર માં આવેલું છે. પેલા ભાઈએ કહ્યું.

અમે પણ જમ્મુ કાશ્મીર જ જઈ રહ્યા છીએ,તો અમે પણ ત્યાં સિયાચીન આવીશું તમને મળવા. પ્રેમએ કહ્યું

હાં,કેમ નહીં જરૂર આવજો આપણે મળીશું. પેલા ભાઈએ કહ્યું

પ્રેમએ પૂછ્યું“તમે હમણાં જે ટ્રેન આવી રહી છે તેમાં જ જમ્મુ જવાના છો. ?”એટલે પેલા ભાઈએ કહ્યું કે “હાં”. અમે પણ આજ ટ્રેન માં જઈ રહ્યા છીએ. તમારું નામ?


       હજુ તો પેલા ભાઈ પોતાનું નામ કહે તે પહેલા જ ટ્રેન આવી ગઈ અને બધા જલ્દી જલ્દી ટ્રેન માં ચડવા લાગ્યા. એટલે પ્રેમ પણ ત્યાંથી ભાગ્યો અને પોતાના ડબ્બા સુધી પહોચ્યો.


       પ્રેમ પોતાની સીટ પર જઈને બેઠો,પણ તેનું ધ્યાન પેલા ભાઈ સાથે થયેલી વાતોમાં જ હતું. થોડીવાર થઈ એટલે પ્રેમએ પોતાનો મોબાઇલ કાઢ્યો અને ગૂગલ કર્યું કે સિયાચીન ક્યાં છે અને ત્યાં ફરવા જેવુ શું છે. ગૂગલમાં સર્ચ કરતાં તેને જોયું કે સિયાચીનએ ભારત-પાકિસ્તાન બોર્ડર પર આવેલું છે. ત્યાં સામાન્ય લોકો માટે અમુક જગ્યા પછી જવું શક્ય નથી. પ્રેમ હજુ સિયાચીન વિશે ઘણું બધુ જાણવું હતું,પરંતુ નેટની સ્પીડ બહુ ધીમી હોવાના લીધે તે તેમાં કશું જોઈ ના શક્યો. તેને થયું કે પેલા ભાઈને સિયાચીન વિશે માહિતી વધુ લાગે છે. આથી તેને હવે નક્કી કર્યું કે હવે તો કોઈ પણ ભોગે પાછું પેલા ભાઈને મળશે. તેને મનોમન વિચાર્યું કે જેવુ ટ્રેન આગળના સ્ટેશન પર ઊભી રહે એટલે પોતે પેલા ભાઈને શોધવાનો પ્રયત્ન કરશે.


       ટ્રેન અડધો કલાક પછી કોઈ સ્ટેશન પર પહોંચી એટલે તરત પ્રેમ કોઈ વસ્તુ લેવાના બહાને નીચે ઉતર્યો. તે જલ્દી-જલ્દી બધા ડબ્બા શોધવા લાગ્યો. ઘણીવાર શોધ્યા પછી પણ તે ભાઈના મળ્યા એટલે પ્રેમએ પાછું પોતાના ડબ્બા તરફ ચાલવાનું શરૂ કર્યું,કારણકે ટ્રેન ચાલુ થવાની ઘોષણા થઈ ગઈ હતી. હજુતો પ્રેમ પોતાના ડબ્બા તરફ જઈ રહ્યો હતો,એટલામાં તેને જોયું કે પેલા ભાઈ તેના જ બાજુ વાળા ડબ્બામાં ચડી રહ્યા છે, પ્રેમે જોર-જોરથી બૂમો પાડી પરંતુ ટ્રેન અને પ્લૅટફૉર્મ પર લોકોના અવાજના લીધે તે ભાઈ પ્રેમનો અવાજ સાંભળી ના શક્યા. ટ્રેન ઉપડી જ રહી હતી,એટલે પ્રેમ જલ્દીથી પોતાના ડબ્બામાં ચડી ગયો. પ્રેમ મનમાં વિચારવા લાગ્યો કે પેલી કહેવત સાચી જ છે કે “કાકમાં છોકરો અને ગામમાં ઢીંઢોરો”. તેને થયું કે થોડીવાર પછી પોતે સરની પરવાનગી લઈ અને પેલા ભાઈના ડબ્બામાં પહોંચી જશે.


       પ્રેમ મહામહેનતે સર પાસેથી અડધા કલાકમાં પાછો આવી જઈશની શરત સાથે પેલા ભાઈના ડબ્બામાં પહોંચ્યો. આખા ડબ્બામાં તેમણે શોધ્યા પછી છેલ્લે ડબ્બો પૂરો થાય અને જ્યાંથી ડબ્બામાં ચડવાનું હોય ત્યાં પેલા ભાઈ ઉભેલા જોયા. પ્રેમ થોડો પણ સમય બગાડ્યા વગર ભાગીને તેમની પાસે પહોંચી ગયો.

હેલ્લો સર. પ્રેમએ તે ભાઈ પાસે જઈને વાતની શરૂવાત કરી

હેલ્લો,તું પેલા પ્લૅટફૉર્મ પર હતો એજ છે ને. પેલા ભાઈ પણ પ્રેમને ઓળખતા બોલ્યા

હાં. પ્રેમને એ જાણીને બહુ આનંદ થયો કે પેલા ભાઈ તેને ઓળખી ગયા કારણકે હવે તેને તેમની સાથે વાત કરવામાં સહેલાઈ રહેશે.

તો તું અહિયાં,આજ ડબ્બામાં છે. ? પેલા ભાઈએ પૂછ્યું.

ના,હું આગળના ડબ્બામાં મારા કોલેજના લોકો સાથે છું. અમે લોકો પ્રવાસ પર નીકળ્યા છીએ. આ તો હું તમને અહી મળવા આવેલો છું. પ્રેમએ કહ્યું.

મને મળવા કેમ. ? પેલા ભાઈએ આશ્ચર્યની સાથે પૂછ્યું.


તમે મને થોડા અલગ લાગ્યા તમારી વાતો,તમારું વર્તન બધુ થોડું અલગ અને અજીબ છે. અને હાં તમારી વાતો પરથી લાગે છે તમે જમ્મુ-કશ્મીર વિશે ઘણું બધુ જાણો છો,અને અમે પણ ત્યાં જઇ રહ્યા છીએ. તો મને તમને મળવાનું મન થયું, તમારી સાથે વાતો કરવાનું અને જમ્મુ-કશ્મીર,લદાખ અને ખાસ કરીને પેલું સિયાચીન વિશે જાણવાનું મન થયું. પ્રેમએ પોતાની વાત કરી.


પેલા તો તે ભાઈ કઈ બોલ્યા નહીં અને મનોમન થોડું હસ્યા પછી તેમણે જોયું કે છોકરાનું બહુ મન છે અને મને શોધતો-શોધતો તે અહી સુધી આવી ગયો છે અને તેને પોતાના જનરલ-નોલેજ માટે આ બધુ જાણવું છે. પ્રેમનો ઉત્સાહ અને જિજ્ઞાસા જોઈ અને તેવો માની ગયા અને બોલ્યા“સારું,બોલ શું જાણવું છે તારે”

આમ તો અમે લોકો જમ્મુ-કશ્મીર અને લદાખ ફરવા જવાના છીએ,પરંતુ મે સાંભળ્યુ છે કે સિયાચીનમાં સામાન્ય લોકો માટે જવું શક્ય નથી,તો મારે સિયાચીન વિશે જાણવું છે. પ્રેમએ ઉત્સાહની સાથે કહ્યું

સારું,પણ ચાલ આપણે મારી સીટ પર જઈને શાંતિથી બેસીએ. આમપણ મારા ડબ્બામાં બહુ ઓછા લોકો છે. ત્યાં આરામથી તને બધી વાત કરું. પેલા ભાઈએ કહ્યું.

“હાં ચાલો”પ્રેમ ખૂબ જ ખુશ થઈ ગયો. કારણકે જમ્મુ આવવાને હજુ ઘણો સમય હતો અને હવે તે કઇંક નવું જાણવા જઇ રહ્યો હતો.


મારે સિયાચીન વિશે એ જાણવું છે કે આ સિયાચીન ક્યાં આવેલ છે,અને અહિયાં સામાન્ય લોકોને જવા પર કેમ પાબંધી છે વગેરે-વગેરે. પ્રેમએ સીટ પર બેસતાની સાથે જ થોડો પણ સમય બગાડ્યા વગર સવાલો પૂછવાનું શરૂ કરી દીધું.


       પ્રેમને સવાલો સાંભળી અને પેલા ભાઈએ થોડું પાણી પીધું અને બોલવાની શરૂવાત કરી“સિયાચીન નો મતલબ થાય છે કે ગુલાબો(ફૂલ)ની ઘાટી. સિયાચીનએ હિમાલયના પૂર્વી કારાકોરમ પર્વતમાળામાં ભારત-પાકિસ્તાન બોર્ડર પર આવેલું એક હિમાની ગ્લેશયર છે. જેમ કચ્છનું અને રાજેસ્થાનનું માટીવાળું રણ હોય તેજ રીતે આ પણ એક રણ જ છે. બસ ફર્ક એટલો છે કે અહિયાં માટીના બદલે ફરફની ચાદર જોવા મળે છે. ૧૯૮૪ પહેલા અહિયાં એવું હતું કે કોઈ આવતું નહતું,અને આ જગ્યા પર માનવીય જીવન શક્ય નથી તે કહેવામા આવતું હતું. જે વાત સાચી પણ છે અહિયાં દિવસે તાપમાન -૪૦°Cઅનેરાત્રે-૭૦°C થઈ જાય છે. ૧૯૮૪માં ભારતને પોતાના ખુફિયા જાણકારો પાસેથી માહિતી મળી કે પાકિસ્તાને વિદેશમાં બહુ મોટા પ્રમાણમાં ઠંડીમાં પહેરવાના કપડાં અને હથિયારોનો ઓર્ડર આપ્યો છે. પાછળથી ખબર પડી કે પાકિસ્તાને ભારતના સિયાચીન પર કબજો કરવાની ઈચ્છાથી આ ઓર્ડર આપ્યો હતો અને તેમણે સિયાચીન પર કબજો કરવાની પોતાની આ યોજનાને ઓપરેશન અબબેલ નામ આપ્યું હતું. જેવુ ભારતને પાકિસ્તાનની આ યોજના વિશે ખબર પડી એટલે ભારતએ પણ પોતાની યોજના બનાવી અને ભારતએ આ મિશનને નામ આપ્યું “ઓપરેશન મેઘદૂત”. આ ઓપરેશનની શરૂવાત ૧૩એપ્રિલ ૧૯૮૪માં થઈ. જેમાં ભારતના ૩૦૦વીર સૈનિક હતા. આ ઓપરેશનમાં ભારતના વીર જવાનોને દુશ્મન કરતાં વધુ લડાઈ ત્યાંના હવામાન સાથે લડવાની હતી, કારણકે સિયાચીનનું ભોગોલિક સર્જન એવું છે જેમાં ભારતની બાજુથી બર્ફીલા પહાડો પર ચડવાનું વધુ છે અને પાકિસ્તાનની બાજુથી પહાડોનું ચડાણ ઓછું. આ મિશનમાં ભારતનો સાથ વાયુસેનાએ બહુ સારી રીતે આપ્યો અને આમાં ભારતે પોતાના mi૧૭,mi૬,mi૮ અને ચિતા હેલિકોપ્ટરનો ઉપયોગ સૈનિકોને ઊચી પહાડિયો પર પોહચાડવા કર્યો. એ સમયે પાકિસ્તાનએ ભારત પર હુમલો પણ કર્યો અને ત્યારથી લઈ અને ૨૦૦૩સુધી તેવો ત્યાં હમલો કરતાં રહ્યા. પરંતુ દરવખતે આપણાં વીર જવાનોએ એમણે ત્યાંથી ઊભી પૂછડીએ ભગાડ્યા. પરંતુ હાં સિયાચીન ની વાત જ કઇંક અલગ છે.


કહેવાય છે કે સિયાચીન માથી જે બરફ પીગળે છે તે પાણી લદાખની નુબરા નદીનો મુખ્યસ્ત્રો છે. અને આ નુબરા નદી આગળ જતાં સિયોક નદીમાં જાય છે અને પછી સિયોક નદી ૩૦૦૦ કિલોમીટર દૂર સિંધુ નદીમાં મળે છે. અને હાં એક વિશેષ વાત એવું કહેવાય છે કે આખા એશિયાનું સૌથી સ્વચ્છ પાણી,આ સિયાચીનના બરફ પીગળે તેમાંથી બને છે. આ પાણી ભારતના પશ્ચિમ રાજ્યોમાં પીવાના પાણી અને સિચાઈ માટે વપરાય છે”

તમે આટલું બધુ સિયાચીન વિશે જાણો છો કઈ રીતે. ? પ્રેમએ પેલા ભાઈને બોલતા અટકાવ્યા.


હું કઈ રીતે જાણું છું, હું એક જવાન છું અને પહેલા મારી પોસ્ટીંગ રાજસ્થાનમાં થયેલી હતી. પરંતુ પછી જ્યારે સચિનબાલીનો ઇન્ટરવ્યૂ સાંભળ્યો. ત્યારબાદ નક્કી કરી લીધું કે હવે કોઈપણ ભોગે હું એક વખત સિયાચીન ગ્લેશયરમાં ભારતની સુરક્ષા માટે જરૂર જઈશ. પેલા ભાઈએ કહ્યું

એટલે તમે દેશના વીર જવાન છો. આટલું કઈ અને પ્રેમ તરત જ ઊભો થઈ ગયો અને તેમણે સેલ્યુટ કર્યું. અને આગળ બોલ્યો સર તમે લોકો ભારતના રિયલ હીરો છો, તમે છો તો જ અમે છીએ. તમારા બલિદાન ના લીધે આજે અમે આટલા આઝાદીથી રહી શકયે છીએ. દરેક તહેવાર ધૂમ-ધામથી મનાવી શકયે છીએ. તમારું ઋણ તો કોઈ ભારત વાસી નહીં ચુકાવી શકે. હજુ તો પ્રેમ કઈ આગળ બોલે પેલા તે સૈનિકે તેને રોક્યો અને બોલ્યા“અમે તો અમારી પ્રતિજ્ઞાનું પાલન કરીયે છીએ કે ભારત મારો દેશ છે અને બધા ભારતીયો અમારા ભાઈ બહેન છે. હવે તું જ કહે ઘરના ભાઈબહેનની રક્ષા કરતાં હોઈએ તો શું ઋણ ચડાવીએ છીએ. દેશ અને દેશ-વાસીયો જ અમારું સર્વસ્વ છે. તમે લોકો દરરોજ રાત્રે શાંતિથી સૂવો છો એ અમારા માટે તહેવારથી પણ વધુ છે”.


       પ્રેમ પાસે કઈ બોલવા માટે બાકી નહતું રહ્યું. તેના માટે આ એક અમૂલ્ય અવસર હતો જ્યારે તે દેશના વીર જવાન સાથે બેસી અને તેની વાતો સાંભળી રહ્યો હતો. આ બધા વચ્ચે પ્રેમને એક વાત અચાનક યાદ આવી અને એ એટલે કે સચિન બાલીનો ઇન્ટરવ્યૂ અને આ સૈનિક જવાન રાજસ્થાનથી સિયાચીન કેમ જઈ રહ્યા છે. એટલે પ્રેમે થોડો પણ સમય બગાડ્યા વગર જલ્દીથી પૂછ્યું કે આ સચિનબાલી કોણ છે ? અને તમે સિયાચીનમાં જવા કેમ આટલા ઉત્સુક થયા. ?


       સચિનબાલી ભારતીય સેનાની અંદર હતા. એમનું માનવું છે કે વિશ્વના સૌથી ઊચા યુદ્ધ ક્ષેત્ર પર પોતાના દેશની સુરક્ષા કરવી એ સૌથી વધુ ગર્વની વાત છે. સિયાચીનમાં જવા માટે સૈનિકને ઘણી બધી પરીક્ષા પાસ કરવી પડે છે અને એનું કારણ છે ત્યાંનું વાતાવરણ. કહેવાય છે કે ત્યાં પળભરમાં વાતાવરણ બદલી જાય છે. એકતો ત્યાં ઑક્સીજન સાવ ઓછું,હિમતોફાનો અને ત્યાંની ઠંડીથી ત્યાં રહેતા જવાનોને હાઇબ્લડ પ્રેશર અને મેમરી લોસ જેવી બીમારી થઈ જાય છે. ચારે તરફ બરફ અને જ્યારે અહિયાં સૂર્યની રોશની આ બરફ પર પડે છે ત્યારે આ બરફની ચટાનો વધુ ચમકીલિ બની જાય છે અને જો આ રોશની સીધી આંખમાં જાય તો આંખને ભારી નુકસાન થાય છે અને થોડા સમય પછી આંખ ખોય બેસાય છે. ત્યાં રહેવા માટે અલગ કપડાં અલગ હથિયારોનો ઉપયોગ થાય છે. ત્યાં હાલત એટલા ખરાબ છે કે પાણી પણ પિગળાવીને પીવું પડે છે, જો કોઈ જવાન સેફટી મોજા પહેર્યા વગર બંદૂકના ટ્રિગરને અડી પણ જાય, તો કલાકો સુધી તેની આંગળી કામ કરવાનું બંધ કરી દે છે અને બની શકે તે આંગળીને કાપવી પણ પડે. અહિયાં જવાનોને ચાલવા માટે અલગ બુટ આપવામાં આવે છે અને આ બુટ નું વજન 3કિલો જેટલું હોય છે. જો કોઈ સામાન્ય વ્યક્તિ આ બુટ પહેરેતો તે થોડું ચાલી અને બેસી જાય. પરંતુ સૈનિક આ બુટ પહેરી અને ૧૦૦-૧૫૦ કિલોમીટર એક પોસ્ટ થી બીજી પોસ્ટ જાય છે. ઘણીવખત તો રસ્તામાં બરફ કમર સુધી હોય છે અને તેના વચ્ચે જવાનો ચાલીને આગળ વધે છે. તને ખબર છે અહિયાં સૈનિક વધુ માં વધુ ૨ કલાક જેટલું સૂઈ શકે છે ત્યાબાદ તેનો સાથી જવાન તેને જગાડી દે છે આનું કારણ છે ત્યાં ઑક્સીજન ની ઉણપ. જો કોઈ જવાન વધુ સમય સૂતો રહે તો બની શકે કે તે ઊંઘમાં જ ઓકિસીજનની ઉણપ ના લીધે મૃત્યુ પામે. અહિયાં સૈનિકો મહિના-મહિના સુધી નાહતા નથી તેમણે દાઢી બનાવની પણ સખત મનાય હોય છે. ૨૦૧૫માં લોકસભામાં આપણાં રક્ષામંત્રીએ કહ્યું હતું કે અત્યાર સુધી ૮૬૯ સૈનિકો સિયાચીનમાં વાતાવરણના લીધે મૃત્યુ પામ્યા છે.


       સચિનબાલી આ બધુ જાણતા છતાં તેમનું સપનું હતું સિયાચીન જવાનું. અને જે હકીકત પણ થયું. તેમણે સિયાચીનમાં અમુક ચોકીઓનું ધ્યાન રાખવાનું કામ આપવામાં આવ્યું હતું. માર્ચના મહિનામાં અહિયાં બરફ વધુ પીગળે છે,અને ઘણીવખત મોટી-મોટી બરફની શીલાઑ પડી ભાંગે છે. આવું જ એકવખત માર્ચના મહિનામાં થયું. સચિનબાલી રોજની જેમ બધી ચોકીઓના જવાન સાથે સંપર્કમાં હતા. અચાનક જોરદાર તુફાન આવ્યું અને એવામાં એક ચોકીનો સંપર્ક તૂટી ગયો અને આ ચોકી હતી તેમના સાથી જવાન મંગેશ અને તેમની ટીમની. ઘણો સમય પ્રયત્ન કર્યા પછી પણ સંપર્ક ના થયો એટલે સચિનબાલી એ પોતાની ટીમ સાથે તે પોસ્ટ પર જવાનું નક્કી કર્યું. રસ્તો ઘણો કઠિન અને અઘરો હતો. કારણકે અંધારું અને આખા રસ્તામાં કમર સુધી બરફ હતી અને જોરદાર તુફાન પણ આવી રહ્યું હતું,પરંતુ તેમણે આ બધુ વિચાર્યા વગર પોતાના જવાનોની મદદ કરવાનું નક્કી કર્યું. તેમણે પોતાની ટીમને બે ટુકડીમાં વહેચી. એક ટુકડી આગળ અને બીજી ટુકડી ૧૦૦મીટર દૂર. કારણકે તુફાન વધુ આવે તો બને ટુકડી એક જગ્યા પર ફસાય નહીં અને એકબીજાની મદદ કરી શકે. રસ્તામાં બરફ એટલો હતો કે તમે ૩ ડગલાં ચાલો અને થાકી જાઓ. છતાં તેવો નીડર અને મજબૂત ઈચ્છાશક્તિ સાથે આગળ વધી રહ્યા હતા કે અચાનક એક બરફની શીલા તેમણી ટીમ પર આવી પડી અને તેવો ત્યાંથી આગળ ના જઈ શકયા. પાછળથી બીજા સેનાના જવાનો મંગેશ અને તેની ટીમ પાસે પોહચ્યાં અને તેમણે બચાવી લીધા. પરંતુ સચિનબાલીના ટીમ મેમ્બર ને ઘણી એવી હાનિ થઈ. આ દુર્ઘટનાને લીધે સચિનબાલી ના હાથ અને પગ ની અમુક આંગળિયો પીગળી ગઈ અને પાછળથી તેને કપાવી પડી. અને આ વિકલાંગતા(Disability) ની સાથે તેવો સેનાના નિયમ મુજબ કોઈ પણ યુદ્ધ ક્ષેત્રે પોસ્ટિંગ ના મેળવી શક્યા અને તેમણે ઓફિસ કામ આપવામાં આવ્યું. જે સચિનબાલીને મંજૂર નહતું આથી તેમણે સેના છોડી દીધી અને સરહદ છોડી અને દેશની અંદર રહી દેશની સેવા કરવાનું નક્કી કર્યું. હું તેમણે મારી પ્રેરણા માનું છું કે સિયાચીનમાં આટલી પ્રતિકૂળ પરિસ્થિતીમાં પણ તેવો દેશની સેવા કરવા માટે તત્પર હતા,અને જેવુ તેવો કહેતા કે સિયાચીનમાં દેશની રક્ષા કરવાનું સોભાગ્ય ભાગ્યશાળી સૈનિકને જ મળે છે. હું પોતાને ભાગ્યશાળી માનું છું કે હવે મને પણ દુનિયાના સૌથી ઊચા યુદ્ધ ક્ષેત્રમાં દેશની સુરક્ષા અને સેવા કરવાનો અવસર મળી રહ્યો છે.


       હજુ તો પ્રેમ તે સૈનિક જોડે આગળ વાતો કરે તે પહેલા તેના મોબાઇલમાં તેના શિક્ષકનો ફોન આવ્યો અને તેમણે કહ્યું કે તે અડધો કલાક નું કઈ અને ગયો હતો હમણાં ૧કલાક ઉપર થઈ રહ્યું છે તે હમણાં ને હમણાં પોતાના ડબ્બામાં પાછો આવે. શિક્ષકની આ વાતને લીધે પ્રેમ ઊભો થયો અને પેલા જવાનને આવજો કઈ અને આગળ વધવા લાગ્યો એટલામાં તેને યાદ આવ્યું કે તેને તેમનું નામ તો પૂછ્યું નહીં. એટલે તરત તેને પેલા જવાનને તેનું નામ પૂછ્યું ત્યારે પેલા જવાને કહ્યું મારૂ નામ “દેશ” છે.


       પ્રેમએ કહ્યું સર મારૂ નામ પ્રેમ છે શું તમે મને તમારો નંબર આપશો ?. એટલે પેલા ભાઈએ પોતાનો નંબર પ્રેમને આપ્યો અને પ્રેમ પોતાના ડબ્બામાં જઈને પોતાની સીટ પર બેઠો.


       પ્રેમના મનમાં બસ એક જ વાત ચાલી રહી હતી કે ખરેખર અદ્ભુત હોય છે સેનાના જવાન. સિયાચીનમાં આટલી તકલીફો વચ્ચે પણ દેશ-હિત અને દેશ-સુરક્ષા ને સર્વોપરી માનીને જીવી રહ્યા છે. તેને એક વાતનું દુખ પણ થઈ રહ્યું હતું કે તેને આટલા સમય સુધી આ વાતની ખબર પણ નહતી કે સિયાચીન શું છે અને ત્યાં દેશનો સૈનિક કઈ હાલતમાં છે. તેને થવા લાગ્યું કે આ દેશભાઈ આટલા સમય સુધી રાજસ્થાનના રણમાં જ્યાં +૫૦°C તાપમાન હોય છે ત્યાં હતા. અને હવે ત્યાંથી અલગ તાલીમ લઈ અને સિયાચીન જ્યાં -૭૦°C તાપમાન હોય છે ત્યાં ખુશી-ખુશી જઈ રહ્યા છે અને આને એક દેશસેવાનો અવસર પણ માની રહ્યા છે. ખરેખર ભગવાન સૈનિકોને અદભૂત મનોબળ અને ગજબ ની નિ:સ્વાર્થ શક્તિ આપે છે. દેશ નામક આ જવાનને મળ્યા પછી પ્રેમના જીવનને એક અલગ દિશા અને પ્રેરણા મળી ગઈ. પહેલા તે દેશના લોકો અને દેશની વ્યવસ્થા સામે કમ્પ્લેઇન કરતો રહેતો. પરંતુ આ મુલાકાત પછી તે દેશની વ્યવસ્થા સામે કમ્પ્લેઇન ના કરતાં તે કઈ રીતે દેશ ને કોન્ટ્રીબ્યુટ કરી શકે છે તે વિચારવા લાગ્યો. અને હાં પ્રેમએ તે દિવસે ટ્રેનમાં ફરી ગૂગલ ચાલુ કર્યું અને સર્ચ કર્યું. . “હાઉ ટુ જોઈન ઇન્ડીયન આર્મી”!


Rate this content
Log in

More gujarati story from Rayththa Viral ( R V )

Similar gujarati story from Inspirational