ved varma

Children Others

3  

ved varma

Children Others

ચતુર ઉંદર

ચતુર ઉંદર

1 min
5.9K


એક જંગલ હતું. આ જંગલમાં અનેક પ્રાણીઓ રહેતા હતા. આ જંગલમાં એક ચિત્તો પણ રહેતો હતો. તે ઘણો જ લૂચ્ચો અને ઘાતકી હતો. તે જંગલના પ્રાણીઓને છેતરીને તેમને મારી નાખતો અને ખાઈ જતો. આજ જંગલમાં એક ઉંદર પણ રહેતો હતો. આ ઉંદર નાનો હતો. પણ ખુબ જ બુદ્ધિશાળી હતો.

એક વખત ઉંદર જંગલમાં ફરતો હતો ત્યારે તેને રસ્તામાં પેલો લુચ્ચો ચિત્તો મળ્યો. ઉંદરને જોઈને ચિત્તાના મનમાં લાલચ જાગી. તે ગમે તેમ કરીને ઉંદરને ખાઈ જવા માંનાગતો હતો. એટલે તેણે ઉંદરના વખાણ કરવાનું ચાલુ કર્યું. પણ ઉંદરભાઈ પણ ચતુર હતા. તે ચિત્તાની ચાલાકી સમજી ગયાં.

તેમણે ચિતાભાઈને કહ્યું, ‘ચિત્તાભાઈ હું આપને જ શોધતો હતો’ ચિત્તાએ પુછ્યું, ‘કેમ ?’ ઉદરે કહ્યું, ‘હું કાલે બાજુના ગામમાં ગયો હતો. ત્યાં ખુબ ખાવા પીવાની ચીજ વસ્તુઓ છે, તમે પણ ત્યાં ચાલો તમને પણ મજા આવી જશે.

ચિત્તો ઉંદરની વાત સંભાળીને લલચાઈ ગયો. તે રાત પડી એટલે ઉંદર સાથે ગામમાં ગયો. ઉંદર તેણે ગામના મુખીના ઘરે લઇ ગયો. અને ત્યાં સંતાઈ ગયો. એમ કરતાં કરતાં સવાર પડીનેને અજવાળું થયું. એટલે ઉંદરભાઈ તો ઘરમાં કોઠીમાં સંતાઈ ગયાં. પણ ચિત્તાભાઈ તો મોટા હતા. તે ક્યાં સંતાય ! એટલે એતો પકડાઈ ગયાં. અને મુખીના ચોકીદાર માણસો એ તેને મારી મારીને અધમુવો કરી નાખ્યો.

એટલે જ તો કહેવાયું છે કે ,બુધ્ધી આગળ બળ પણ પાણી ભરે છે.


Rate this content
Log in

More gujarati story from ved varma

Similar gujarati story from Children