STORYMIRROR

PRAPTI SOLANKI

Children Classics Inspirational

4  

PRAPTI SOLANKI

Children Classics Inspirational

ચકલી અને પોપટ

ચકલી અને પોપટ

2 mins
25.2K


એક મોટું જંગલ હતું. તેમાં અનેક પ્રાણીઓ રહેતા હતા. આ જંગલમાં ઘણા પક્ષીઓ પણ રહેતા હતા. આ જંગલમાં એક આંબાનું મોટું ઝાડ હતું. એ ઝાડ પર એક ચકલીએ સુંદર માળો બનાવ્યો હતો. એ માળામાં એણે નાના નાના સુંદર બચ્ચાઓને જન્મ આપ્યો હતો. એ જ ઝાડની બીજી એક ડાળ પર એક બાજ પક્ષીનો માળો હતો. એ બાજ પક્ષી ખુબ જ શક્તિશાળી અને ગુસ્સાવાળો હતો.

એક દિવસ એ જંગલમાં બીજા એક જંગલમાંથી એક પોપટ આવીને વસવા લાગ્યો. એ પોપટ લુચ્ચા સ્વભાવનો હતો. તેને આવીને આંબાના ઝાડ પર જ્યાં ચકલીનો માળો હતો એ જ માળામાં પોતાનું ઘર બનાવી લીધું. એ વખતે ચકલી બચ્ચાની માતા દાણા ચણવા ગઈ હતી. ચકલીએ આવીને જોયું તો પોપટે પોતાના જ ઘરને તેનું ઘર બનાવી લીધું હતું.

ચકલીએ પોપટને વિનંતી કરી, “પોપટભાઈ એ મારું ઘર છે. તમે બીજી કોઈ ડાળ પર તમારું ઘર બનાવી લો. પણ પોપટ તો સામે ગળે પડ્યો. નવું ઘર બનવવાની મહેનત કોણ કરે આ ઘર હવે મારું છે. તારા બચ્ચા અહીંથી લઇ લે નહીતર હું નીચે ફેંકી દઈશ. ચકલીએ તો પોપટ ને ખુબ વિનંતી કરી પણ પોપટભાઈ તો માન્ય જ નહિ. ઉપરથી એમને ચકલીના બચ્ચાને માળામાંથી નીચે ફેકી દીધા. બચ્ચા બિચારા હજી ઉડતા શીખ્યા ન હતા. તે ધબાક કરતાં નીચે પડ્યા. બચ્ચાને વાગ્યું પણ ખરું. પણ ચકલી બિચારી શું કરે? તે પોપટનો સામનો કેવી રીતે કરે!

એટલામાં ચક્લીબેનને એક વિચાર આવ્યો. તેમણે ઝાડ પર નજર નાખી તો બાજ નો માળો ખાલી હતો. બજભાઈ ચારો ચરવા ગયા હતા. તેને મનમાં એક યુક્તિ કરી. તે ઉડતી જઈને બાજ ના માળામાં બેસી ગઈ. અને કહેવા લાગી, ‘ભાઈ અમને મોટો માળો માળી ગયો!’ આ સાંભળી પોપટને ગુસ્સો આવ્યો. એણે એમ કે મોટો માળો તો હું જ લઈશ. એમ કહી તેને ચક્લીબેન જોડે ઝઘડો કરી મોટો માળો પડાવી લીધો. ચકાલીબેન તો મનમાં હસવા લાગ્યા કેમ કે તે આવું જ તો ઇચ્છતા હતા. પોપટભાઈ બાજભાઈ નાં માળામાં જઈને બેસી ગયા. ચકલી પોતાના બચ્ચા લઈને પોતાના નાના માળામાં પાછી બેસી ગઈ.

થોડીવાર પછી બાજભાઈ પાછા આવ્યા. તેમણે જોયું તો તેમના માળામાં પોપટભાઈ બેઠા હતા. તેમણે પોપટ ને વિનંતી કે કે, 'પોપટભાઈ આતો મારો માળો છે તમે બીજો બનાવી લો. પણ પોપટભાઈ તો માન્ય નહિ. પછી બાજ ભાઈ અને પોપટભાઈ વચ્ચે લડાઈ થઈ. તેમાં શક્તિશાળી બાજ હોઈ પોપટભાઈને હરાવી દીધા. અને પોપટભાઈ તો લોહીલુહાણ થઈને ત્યાંથી નાસી જ ગયા.

જે કામ બળથી ના થાય તે કળથી થાય.


Rate this content
Log in

Similar gujarati story from Children