બુદ્ધિમાન બ્રાહ્મણ
બુદ્ધિમાન બ્રાહ્મણ


એક ગામ હતું. તે ગામમાં ચાર બ્રાહ્મણ ભાઈઓ રહેતા હતા. એકનું નામ હતું, સંપતિ બ્રાહ્મણ, બીજાનું નામ હતું, સરળવતી બ્રાહ્મણ, ત્રીજાનું નામ હતું નિષ્ફળ જાદુ બ્રાહ્મણ અને ચોથાનું નામ હતું, જીવનદાસ
બ્રાહ્મણ.એમના નામ પરથી લોકો એમને એવું માનતા કે આ સંપતિ બ્રાહ્મણ સંપતિ વધારશે. આ સરળવતી બ્રાહ્મણ કઠીન કામ સરળ બનાવશે, ત્રીજો નિષ્ફળ જાદુ બ્રાહ્મણ, જાદુને નિષ્ફળ કરશે. અને આ જીવનદાસ બ્રાહ્મણ મરેલાને જીવન આપશે. આમ ચારેય ભાઈઓ ભેગા થઈને પોતાની બુદ્ધિથી લકોને ઉલ્લુ બનાવી ધન કમાતા હતા.
હવે એક દિવસ એક માણસ સંપતિ બ્રાહ્મણ પાસે ગયો અને કહ્યું, ‘બ્રાહ્મણ દેવ મને તમારી વિદ્યાથી સંપતિવાળો બનાવો.’ ત્યારે સંપતિ બ્રાહ્મણે કહ્યું, ‘સંપતિવાળા બનવા માટે તમારે ખુબ જ કઠણ કામ કરવા પડશે.’ ત્યારે પેલા માણસે કહ્યું, ‘પણ મારાથી કઠણ કામ નહિ થાય.’ ત્યારે પહેલા બ્રાહ્મણે કહ્યું, ‘તો તમે સરળવતી બ્રાહ્મણ પાસે જાઓ. એ તમારું કામ સરળ કરી લેશે.’ પછી પેલો માણસ સરળવતી બ્રાહ્મણ પાસે ગયો. અને કહ્યું, ‘હે સરળવતી બ્રાહ્મણ મારું કઠણ કામ સરળ કરી આપો.’ ત્યારે સરળવતી બ્રાહ્મણે કહ્યું, પણ આ સરળ કરવાનું કામ નિષ્ફળ ના જાય એટલે તમારે નિષ્ફળ જાદુ બ્રાહ્મણ પાસે જવું પડશે.’ આમ કરી તેમણે પેલા માણસ નિષ્ફળ જાદુ બ્રાહ્મણ પાસે મોકલ્યો. અને નિષ્ફળ જાદુ બ્રાહ્મણે પણ તેને અગડમ બગડમ ભણાવીને પૈસા કમાયા. અમ ચારેય ભાઈઓ એક જ માણસ પોસેથી પૈસા કમાત હતા.
ધીમેધીમે લોકોને આ ચાર બ્રાહ્મણભાઈઓની ચાલાકી ખબર પડવા લાગી. લોકોએ ભેગા મળીને આ ભાઈઓની પોલ ખોલવાનું નક્કી કર્યું. પણ આ ભાઈઓને પકડવા કેવી રીતે ? એટલે એમણે નક્કી કર્યું કે આપને જીવનદાસ બ્રાહ્મણને પકડીએ. એ મરેલા માણસને જીવતો કરવાની વાત કરે છે. જો એનો પોલ ખુલી જાય તો બાકીના બધા ભાઈઓનો પોલ ખુલી જશે. આમ વિચારી તેઓ એક માણસને બોલાવ્યો. અને તને કહ્યું, ‘તારે થોડીક વાર મારવાનું નાટક કરવાનું છે. આપને જીવનદાસ બ્રાહ્મણની પોલ ખોલવાની છે.’ પેલો માણસ તૈયાર થયો. પછી બધા લોકો ભેગા થઇ પેલા મારવાનું નાટક કરવાવાળા માણસને લઈને જીવનદાસ બ્રાહ્મણ પાસે લઇ ગયા. અને કહ્યું, ‘આ માણસને જીવતો કરો.
પછી જીવનદાસ બ્રાહ્મણને લાગ્યું કે ‘આજે આપણી પોલ ખુલી જવાની છે. પણ હવે થાય શું ! એટલે એમને તો પેલા મરેલા માણસ પર વિધિ કરીને અગડમ બગડમ શ્લોક બોલી પોતાનું કામ કરવા લાગ્યા.
નાથકર મરણ પામે સ્વાહા
તેઓની આત્મા જીવત પામે સ્વાહા
હોમ જીવત કરમ સ્વાહા
આટલું બોલતા તો પેલું મારવાનું નાટક કરવાવાળો માણસ ગભરાઈ જ ગયો. એને એમ થયું કે’ આ જીવનદાસ માણસ મને આ વિદ્યા કરીને મારી નાખશે.’ આમ વિચારી તે ઉભો થઈને ભાગી ગયો. અને આમ જીવનદાસ મહારાજની આબરૂ રહી ગઈ. પણ એ દિવસે ચારેય બ્રાહ્મણભાઈઓએ નક્કી કર્યું, ‘હવે આ ગામમાં આપનું નાટક ચાલશે નહિ.’ એટલે પછી એ લોકો ત્યાંથી બીજા ગામ ચાલ્યા ગયા.