બ્રાહ્મણ અને યદુવંશ
બ્રાહ્મણ અને યદુવંશ


વિજાપુરમાં એક બ્રાહ્મણ રહતો હતો. તેના બે દીકરા. મનીષ અને સંજય અને બે વહુઓ . એમનો એક એક દિવસ ઘરે રેહવાનો વારો હોય છે. એક વાર બધાં ખેતરે જાય છે. ત્યારે એ વહુએ ઘરની સફાઈ કરી, આંગણ વાળ્યું, પાણી છાંટ્યું, રંગોળી કરી અને રાંધ્યું. ત્યારબાદ સુઈ ગઈ.
ત્યાં એક ભિખારી આવ્યો અને ખાવાનું માંગ્યું પણ એણે ધોકેથી મારી ભગાડી દીધો. તે ફરી ઊંઘી ગઈ ત્યારે બિલાડી આવી ને બધી રસોઈ ઢોળી દીધી. અન જયારે ઘરના જમવા આવ્યા ત્યારે પૂછ્યું પણ તેને કઈ ખબર ના પડી. ને ફરી લોટ લાવીને રાંધ્યું. ને પછી બધાં જમ્યા.
બીજા દિવસે નાની વહુનો વારો હતો, તે પણ કામ પરવારીને રૂમાલ ગૂંથવા બેઠી ત્યાં બ્રાહ્મણ એના મિત્રને લઇને ઘરે આવ્યાં. તેમનું નામ યદુવંશ હતું ઘરનાને ઓળખાણ આપી કે તેઓ સાથે કામ કરતા હતાં. આટલા વર્ષેય આવી મિત્રતા. એમને ખેતર બતાવ્યું. આગતા સ્વાગતા કરી. સારું સારું રાંધીને ખવડાવ્યું. ફરી પરિવાર સાથે મળવાનું નક્કી કર્યું.
ફરી તેઓ પરિવાર સાથે મળ્યા. છોકરા વહુઓ ખુબ ખુશ થઇ ગયા. એક બીજાના જ્ઞાનની વાતોની આપ લે કરી. અને પોતાના કુટંબને ઊંચું લાવવા શું કરવું એ પણ વાતો કરતા. આમ એક બીજાને મદદ કરતા. હવે એ દર મહીને મળતા રહે છે. જાણે કે કૃષ્ણ સુદામા.