બોલાતી ઢીંગલી
બોલાતી ઢીંગલી


વરસો પહેલાની આ વાત છે. એક નગર હતું. આ નગરમાં અનેક લોકો રેતા હતા. તે નગરમાં એક સુંદર શિવજીનું મંદિર હતું. આ મંદિરમાં એક બ્રાહ્મણ રહેતો હતો. તે આ મંદિરમાં સેવા પૂજા કરતો હતો. આ બ્રાહ્મણને એક દીકરી હતી. આ દીકરી પણ ભગવાન શંકરની ખુબ જ પૂજા કરતી હતી. આમ બાપ અને દીકરી સુખેથી ત્યાં રહેતા હતા.
હવે એક દિવસની વાત છે. એ ગામમાં એક જ્યોતિષ આવ્યા. ગામના બધા લકો આ જ્યોતિષ પાસે પોતાનો હાથ બતાવતા અને પોતાનું ભવિષ્ય જાણવાની કોશિશ કરતાં હતા. પેલા બ્રાહ્મણની દીકરીને પણ પોતાનું ભવિષ્ય જાણવાની ઈચ્છા થઇ. તેને પેલા જ્યોતિષને પોતાના ઘરે શિવાલયમાં તેડાવ્યા. તેમની આગતા સ્વાગતા કરી, જમાડ્યા પછી પૂછ્યું, ‘જ્યોતિષ મહારાજ જરાક મારો હાથ જોઇને મારું ભવિષ્ય વિષે કૈંક જણાવો ને !' ત્યારે જ્યોતિષે એ બ્રાહ્મણની દીકરીનો હાથ જોયો. તેના હાથની રેખાઓ જોઈ બ્રાહ્મણ તો ચમકી જ ગયો.
બ્રાહ્મણની દીકરીએ પૂછ્યું, ‘મહારાજ તમે મારો હાથ જોઈ આમ ચમકી કેમ ગયા ?' ત્યારે એ જ્યોતિષે કહ્યું, ‘બેટા તારા ભવિષ્યમાં તો ખુબ જ દુખ અને તકલીફ છે. તને મરેલો પતિ મળવાનો છે.' આ સાંભળી બ્રાહ્મણની કન્યા તો રડવા લાગી. તે રડતી રડતી ભગવાના મંદિરમાં ગઈ અને ભગવાનને ફરિયાદ કરવા લાગી. 'એ ભોળાનાથ હું બાળપણથી તમારી ભક્તિ કરું છું. તેનું આવું ફળ ? મારા ભાગ્યમાં મરેલો પતિ કેમ ?’ બ્રહ્માની દીકરીનું રુદન સાંભળી મંદિરમાં આકાશવાણી થઇ, ‘હે દીકરી તું રડ નહિ. તારો એ મરેલો પતિ સાજો થશે. અને તારી ભવિષ્ય ઉજ્વળ બનવાનું છે.'
એક દિવસ બ્રાહ્મણ અને તેની દીકરી જંગલમાંથી પસાર થઇ બીજે ગામ જતા હતા. ત્યાં રસ્તામાં એક ગુફા આવી. બ્રાહ્મણે કહ્યું, ‘બેટા ચાલ થોડીવાર પેલી ગુફામાં બેસીને આરામ કરી લઈએ.’ આમ કહી બંને જણ ગુફામાં ગયા. દીકરી પહેલા ગુફામાં ગઈ. બ્રાહ્મણ હજી ગુફાની બહાર જ ઉભો હતો. પણ જેવી દીકરી ગુફામાં ગઈ. ગુફાનો દરવાજો બંધ થઇ ગયો. દીકરી અંદર ગુફામાં પુરાઈ ગઈ. બ્રાહ્મણે દરવાજો ખોલવાનો ખુબ પ્રયત્ન કર્યો. પણ દરવાજો ખુલ્યો જાહીં.
બ્રાહ્મણ તો પોતાની દીકરીની રાહ જોતો ગુફાની બહાર જ બેસી રહ્યો.
દીકરી ગુફામાં આમતેમ ફરવા લાગી. એટલામાં તેને એક અવાજ સંભળાયો. ‘હે બ્રાહ્મણ કન્યા તું ગુફામાં થોડુ આગળ ચાલ ત્યાં તને એક પુરુષ મળશે. જે ઘાયલ છે તું એની સેવા કર.’ ગુફામાં આવો અવાજ સાંભળી પેલી બ્રહ્માન કન્યા તો ગભરાઈ ગઈ. ત્યારે ફરીથી આવાજ આવ્યો તું ગભરાઈશ નહિ. તું મને તારી સાથે લઈને આગળ ચાલ. તેને જોયું તો આ અવાજ ગુફાની એક દીવાલ પર લાગવેલી ઢીંગલીમાંથી આવતો હતો. તેને હિંમત કરીને એ ઢીંગલીને પોતાની સાથે લીધી અને ગુફામાં ચાલવા લાગી.
આગળ જતા એક મોટો ખંડ આવ્યો. ત્યાં એક પુરુષ ઘાયલ પડ્યો હતો. ઢીંગલીએ કહ્યું, ‘આ તારા પતિ છે. પણ યુદ્ધમાં લડતા ઘાયલ થયા છે. તું એમના શરીરમાંથી બધા તીર કાઢી લે.’ પછી બ્રાહ્મણ કન્યાએ એ મુજબ કર્યું. પેલા પુરુષના શરીરમાં વાગેલા બાણ કાઢી લીધા. પછી તેની પર દવાનો મલમ લગાવ્યો. થોડીવાર પછી તે પુરુષ ભાનમાં આવ્યો. અને બ્રાહ્મણ કન્યાને પોતાની સેવા કરતી જોઈ પૂછ્યું, ‘તમે કોણ છો ?’ ત્યારે બ્રાહ્મણ કન્યા પોતાનો પરિચય આપે છે. પોતાની આવી સેવા કરનાર બ્રાહ્મણ કન્યા પર તે પુરુષ ખુશ થાય છે. તે તેને પોતાની રાણી બનાવી લે છે.
પછી સજા થયા બાદ એ રાજ પોતાના બાણથી ગુફાનો દરવાજો તોડી નાખે છે. અને બ્રાહ્મણની દીકરીને લઈને બહાર આવે છે. બહાર પેલો બ્રાહ્મણ પોતાની દીકરીની રાહ જોઇને બેઠો હોય છે. દીકરીને સહી સલામત આવેલી જોઈ તે ઘણો ખુશ થાય છે. પછી દીકરી તેના પિતાને બધી હકીકત સમજાવે છે. અને પછી એ યુવાન રાજાના અને બ્રાહ્મણની દીકરીના ધામધુમથી લગ્ન થાય છે.