SEJAL SANKHAT

Children Inspirational Others

3  

SEJAL SANKHAT

Children Inspirational Others

ભૂલનો પસ્તાવો

ભૂલનો પસ્તાવો

3 mins
452


નયન તેના ભાઈબહેનોમાં સૌથી નાનો હતો. તેની મા તેને ખુબ જ પ્યાર કરતી હતી. પ્યાર કરે કેઈ વાંધો નહી પણ આંધળો પ્યાર કરતી હતી. ક્યારેક નયનની ભૂલ હોય તો અને તેના ભાઈબહેન કહે તો એની મા કહેનારને જ લડતી. તે અભીને અ ગમતું નહી. તેમના પિતાજી પણ તેમની માતાને કહેતા કે “તારા લાડમાં જ છોકરો બગડશે. “

મા કહેતી ‘એમ કઈ ના થાય. હજુ નાનો છે. મોટો થશે એમ સમજણ આવતી જશે.’ તેની માતાની મોટી ભૂલ એ હતી કે બાળપણમાં જે ટેવ પડે તે એકદમ જતી જ નથી. આ કારણથી જ સમજદાર માતાપિતા પોતાના બાળકનો ખુબ ખ્યાલ રાખે છે. તે પહેલેથી તેમનામાં કોઈ ખરાબ તેવો, ખરાબ વાતો આવવા જ દેતા નથી.

જે માતાપિતા પોતાના બાળકને માત્ર પ્રેમ આપે છે. તેને મારપીટની બીકમાં રાખતા નથી તે બાળકને બગાડવાનો ભય રહે છે. નયન માટે આજ મહત્વનું કારણ હતું. તે તોફાની બની ગયો હતો. તેને ભણવું તો જરા પણ ન ગમતું. તે આખો દિવસ નાના મોટા તોફાન કરે રાખે. અને તેનો મોટોભાઈ લેસન કરવાં બેસે ત્યારે પણ હેરાન કરે અને નયન પોતે જ રડવા લાગે. તેને જોઈ માને દયા આવતી અને માં મોટાભાઈને ખીજાતી.

નયન જયારે નિશાળે જતો ત્યારે પણ એનું એજ. જરા પણ ધ્યાન શિક્ષક ભણાવે તેમ હોય નહી. અને તે બારી બહાર જોયા કરતો. અને કઈ નવી હરકત કરવાનું વિચારતો. હમેશા પાછળની બેંચ પર બેસતો, લીટા કરતો, કાગળના વિમાન બનાવી ઉડાડતો, રડો પાડતો વગેરે.. ખરાબ તેવો આવી હતી. શિક્ષક પ્રશ્નો પૂછે તેનો જવાબ આપે નહી.

નયનના એક શિક્ષક તેના પિતાજીના ખાસ મિત્ર હતાં. અને હર વખત કહેતા હતાં કે 'જો તું ધ્યાન દિને ભણીશ તો મોટો વ્યક્તિ બનીશ. અને બધાં તને સન્માન આપશે. જો તું ભણીશ નહી, તો પોતાનો કિંમતી સમય બગડતો રહીશ. જયારે મોટી થઇશ ત્યારે પસ્તાવો જરૂર થશે. આ સમય તારા જીવન માટેનો મહત્તમ પાયો છે,. તેનો સારી રીતે ઉપયોગ કરીશ તો તું જરૂર સફળ બનીશ. અને ગયેલો સમય ફરીવાર આવતો નથી.' નયન તેમનું કહ્યું ધ્યાન થી સાંભળતો અને બીજા દિવસે ભૂલી જતો.

માના પ્રેમથી એવી તેવો હતી કે મન ફાવે તેમ જ કરવું. ન ગમે તે ન કરવું. નિશાળે જઈ ભણવું એને જરાય ગમે નહી. તે નિશાળમાં શાંતિથી ભણતો નહી. અને ઘરે લેસન કરતો નહી. અને ભણવા બેસે તો ય આડું અવળું જોયા કરે.

આ કુટેવોથી તે પરીક્ષામાં નાપાસ થયો, અને એક ને એક વર્ગમાં બે ત્રણ વર્ષે પાસ થતો. આ જોઈ તેમના પિતાને ચિંતા થતી. તેથી તેના ભાઈ પાસે વીરનગર મોકલવામાં આવે છે. ત્યારે માતાપિતાને એમ હતું કે ભણશે. પણ ભાઈને નોકરી હોવાથી જરાપણ વખત મળતો નહી. તેથી ભાઈએ એને માટે એક શિક્ષક રાખેલા. તેની પાસે પણ નયન શીખતો નહી. હેરાન પરેશાન કરતો. ગપ્પા મારતો. ક્યારેય શિક્ષકનું કહ્યું ન કરતો. ભણાવે તે એક દિવસ યાદ રાખતો અને બીજા દિવસે ભૂલી જતો.

આ વખતે પણ પહેલા જેવું જ પરિણામ આવ્યું. એટલે કે નાપાસ થયો. ત્યારે તેના ભાઈએ સમજણ આપી અને બીજે દિવસે ભૂલી ગયો.

આ પરિણામથી નયનને તેના પિતાએ તેમની સાથે ખેતીમાં લગાડી દીધો. ખેતીમાં ખુબ મહેનત થી અનાજ પાકે છે પણ નયનને તો મહેનત કરવી ગમતી જ નહી. થોડા સમય પછી નયનની માતા ગુજરી ગયા. ત્યારે તે અસહાય હતાં. ત્યારે નયન ખુબ જ દુ:ખી થયો. ભાઈઓ નયન ને કઈ કહે નહી પણ ભાભી તેમને ઘણીવાર મહેણા મારતી. આ વાતથી નયન ને ખુબ પસ્તાવો થયો. અને પોતાના ભાઈને કમાતો જોઈ પોતાની જાતને કહેતો કે જો મને મારી મા લાડ ન કરતી હોત તો હું પણ કમાતો હોત. અને સરખી રીતે ભણ્યો હોત તો હું પણ નિરાંતે જીંદગી પસાર કરતો હોત.

અને તેમના પિતાએ કહ્યું કે મને ક્યારે યમરાજ બોલવી લે, એ પહેલા જો નયન પોતે જ પોતાનો ખર્ચો ઉઠાવી લે તો સારું. એ માટે એમણે નયન માટે ગામમાં એક કરિયાણાની દુકાન બનાવી. આ દુકાને કામ કરી મહેનત કરી નયન પોતાનું અન એપોતાના પરિવારનાં પેટનો ખાડો પુરતો અને પોતાના ભાઈઓને કામ કરતા જોઈ પોતાની જાતને ધિક્કારતો. અને કહેતો કે હું સરખી રીતે ભણ્યો હોત તો સારું થાત.


Rate this content
Log in

Similar gujarati story from Children