HETAL BAROT

Drama Tragedy

1  

HETAL BAROT

Drama Tragedy

ભણેલી દીકરી

ભણેલી દીકરી

2 mins
796


એક નાનકડું ગામ હતું. તે ગામમાં રમીલા નામની છોકરી તેની માતા સાથે રહેતી હતી. તેની માતા ખેતી કામ કરતી હતી. રમીલા પાંચમાં ધોરણમાં ભણતી હતી. શાળાએથી ઘરે આવ્યા પછી પણ તે વાંચવા જ બેસી જતી. રમીલાની માતા પર ઘર અને ખેતી બંનેની જવાબદારી હોવાથી તે ઘણીવાર રમીલાને પણ ઘરના કામ સોંપ્યા કરતી. રમીલા જેવી નિશાળ જવા નીકળે કે તેની માતા તેને કોઈ કા સોંપી જ દે. રમીલા કહે ‘મા મારે નિશાળ જવાનું મોડું થાય છે.’ તો તણી માં કહે ‘બેટા આટલા વાસણ ઘસી કાઢ પછી નિશાળે જા.’

આવું તો રોજ બનવા લાગ્યું. અને રમીલાને નિશાળે જવામાં રોજ મોડું થવા લાગ્યું. એમ કરતાં કરતાં ચોમાસાના દિવસો આવ્યા. ચારે બાજુ ઘનઘોર વાદળાં છવાઈ ગયા. ગમે તેવો વરસાદ પડે તો પણ રમીલા શાળામાં રજા રાખતી નહિ. તે નિશાળે ચોક્કસ જતી જ. તેને ભણવાનું ખુબ જ ગમતું.

પણ માએ કઈ દીધું હવે વાવણીનો સમય છે. નિશાળ ભૂલી જા. અને મંગુને બધું જ ઘરકામ સોંપી દીધું. મંગુ નિશાળનું નામ લે તો બીજા કામ ગણાવે. ઘણી રજાઓ થઇ ગઈ હોવાથી શાળામાંથી એના વર્ગ શિક્ષક કારણ પૂછવા આવ્યાં. તેનાં મમ્મી એ કહ્યું કે 'છોકરીની જાતને વળી ભણવું શું ?' શિક્ષિકાને ખુબ દુઃખ થયું. અને એક પુસ્તક બહાર કાઢ્યું અને માને 'સમજાવતા બોલ્યા આ ચિત્ર આપણા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ, ત્યારબાદ આ કલ્પના ચાવલા અને બીજા ઘણા ચિત્રોથી મહિલાને ભણતર મળવું જરૂરી છે એમ સમજાવ્યું. દીકરીને ભણાવવાથી સમાજને કેટલો ફાયદો થાય છે. એમ કહી પોતાનું ઉદાહરણ આપ્યું. આમ મંગુની માને વાત મગજમાં ઊંડે ઉતરી ગઈ. અને ભણતરનું મૂલ્ય સમજાયું.


Rate this content
Log in

More gujarati story from HETAL BAROT

Similar gujarati story from Drama