Hardik Solanki

Inspirational Classics

5.0  

Hardik Solanki

Inspirational Classics

ભિક્ષુક

ભિક્ષુક

2 mins
15.2K


ટ્રેનની સફર બહુજ અલગ અને આહલાદક હોય છે. અવનવા લોકોથી પરિચય થવો, બહુ લાંબી ઓળખાણ કાઢવી, નાસ્તાની આપ-લે કરવી, "ચૌધરી કી ચાય, મસાલેદાર ચાય"ના નામે લીધેલી એ સાવ પાણી જેવી ચા, સ્ટેશન પર પાણી ભરવા ઉતરતા સમયે ટ્રેન ઉપડતી તો નથીને એ માટે વારંવાર ટ્રેનને જોવું, આસપાસના લોકો અર્ધજાગ્રત અવસ્થામાં ઝોલાં ખાતાંખાતાં એકબીજાના ખભા પર માથા ઢાળવા, નવી નવી ભાષાઓ સાંભળવી, એ બારી પાસેથી નજીક આવતાં અને દૂર જતાં સ્ટેશન-ઝાડ-થાંભલા વગેરે નિહાળવા... આ બધાની મજા કંઈક અલગ જ છે...

ટ્રેનના રિઝર્વેશન કોચની બારી પાસે બેસીને હું આસપાસના વાતાવરણને નીરખી રહ્યો હતો... મોટા મોટા હોર્ડિંગ્સ, આવતા જતાં લોકો, વળાંકમાં દેખાતા ટ્રેનના બીજા ડબ્બા, પસાર થતાં વાહનો, ફાટક પર અટકેલી જિંદગીઓ, જુદી જુદી ભાષાઓ અને તેના અક્ષરો...

"થોડી જગાહ કરોના.."

"આપકા રિઝર્વેશન હૈ?"

"નહીં... વેઇટિંગ મેં હૈ.. અબ વેકેશન કે ટાઈમમેં ભલા કિસકા સીટ કન્ફર્મ હોતા હૈ!"

મોઢા પર દુપટ્ટો બાંધેલી એ છોકરીએ પોતાની પીડા વર્ણવતાં કહ્યું... મેં થોડી જગ્યા કરી.. એ બહુ ધ્યાનથી બેઠી. 

હું ઓબ્ઝર્વેશનમાં વ્યસ્ત હતો.

"પાની હૈ કા?"

મેં પાણીની બોટલ આપી. એક વાત એ હતી કે હું એની ભાષા સમજી શકતો હતો પણ એને ગુજરાતી ન'તી આવડતી!

"એ સા'બ, કુછ ખાને કે લિયે દે દો ના સા'બ!" એક નાનકડું મેલુંધેલું ખુલ્લું શરીર બધા વચ્ચે આવીને આજીજી કરવા લાગ્યું.

મેં મમ્મી પાસેથી નાસ્તો લઈ એ બાળકને આપ્યો. પણ આ શું? એક-બે વરસનું નાનું બાળક એ બીજા બાળક પાસે પોતાના નાજુક ઘુંટણના જોરે આવી પહોંચ્યું. બંને ભાઈ બહેન હતાં. નાની બહેનને એ ભાઈએ અમે આપેલો નાસ્તો ખવડાવ્યો અને ખરેખર એક બે દિવસથી ભૂખ્યા પેટને કઈંક ખાવા યોગ્ય મળ્યું હોવાથી તરત જ નાસ્તો ખતમ થઈ ગયો. એ નાની બાળકીના ચહેરા પર ભૂખ સંતોષાયાનો જે આનંદ હતો એથી વિશેષ આંનદ હતો એના ભૂખ્યા રહેલા ભાઈના ચહેરા પર! એ નાની બાળકી 'હિહીહી' કરતી મને જોઈ રહી.

"મુજે તો ઘીન્ન આતી હૈ ઐસે લોગોંપે જો ટ્રેનમેં સબસે ભીખ માંગ કે ખાતે હૈ! હાથ પૈર નહીં દીયે કા ભગવાનજીને સબકો? મૈં તો ના કિસકો કુછ દૂં, ના કિસીસે કુછ માંગુ.." બાજુમાં બેઠેલીએ બફાટ કર્યો.

મારાથી ન રહેવાયું અને મેં કહી દીધું, "ભૂલો મત કી આપભી એક ભિક્ષુક હી હો! અભી આપને જગાહ ઔર પાની દોનોં માંગે હી થે ના? ભૂખ-પ્યાસ કોઈ જગાહ, ધર્મ, જાતિ, સમય, સ્થલ નહીં દેખતે! આપકો ઉસકી ભૂખ દિખી પર ભાઈ બહેન કા પ્યાર નહિ દિખા? બહેન કો ખિલાકે ખુદ ભૂખા રહનેવાલા ભાઈ 'ભિખારી' નહિ હોતા! 

જેને નાસ્તો આપેલો એ નાના બાળક-બાળકી હજુ ત્યાંજ હતાં. નાની બાળકી 'હિહીહી' કરીને પેલી બાજુમાં બેઠેલી પર કટાક્ષ કરતી હોય એમ લાગ્યું! 

અને એની આંખો મને અનિમેષ નજરે જોઈ રહી...


Rate this content
Log in

Similar gujarati story from Inspirational