STORYMIRROR

Girish Chaudhari

Children Inspirational Others

3  

Girish Chaudhari

Children Inspirational Others

બે બિલાડી

બે બિલાડી

1 min
16.1K


એક પાલડી નામનું ગામ હતું. તે ગામમાં એક બિલાડી રહેતી હતી. એક દિવસ તે બિલાડીને કોઈ એક ઘરેથી એક રોટલીનો ટુકડો મળ્યો. તે રોટલો મોઢામાં લઈને એક નાના પુલ પરથી પસાર થતી હતી. પુલની નીચે નદી હતી. નદીમાં થોડું થોડું પાણી જતું હતું. બિલાડી પુલ ઉપરથી પસાર થતી હતી ત્યારે તેણે નીચે નદીમાં જોયું. નદીમાં તેણે પોતાનો જ પડછાયો દેખાયો. એના મોઢામાં રોટલી હતી, એટલે તેણે પોતાના પડછાયાવાળી બિલાડીના મોઢામાં પણ રોટલી દેખાઈ.

તેણે મનમાં વિચાર્યું કે હું બીજી બિલાડીને મારીને તેની રોટલી લઇ લઉં. એટેલે તે નદીમાં પડછાયાવાળી બિલાડીની સમે જોઈને ઘુરકિયા કરવા લાગી. પડછાયાવાળી બિલાડી એ પણ સામે તેવા જ ઘુરકિયા કર્યા. એટેલે બિલાડી તો વધુ ખિજાઈ. કોઈ જાતનો વિચાર કર્યા વગર તે પેલી બિલાડીને મારવા નદીમાં પડી. પણ ત્યાતો પાણી હતું. બીજી કોઈ બિલાડી હતી જ નહિ.

આમ બિલાડી પોતાની મૂર્ખાઈને લીધે નદીમાં પડી અને મૃત્યુ પામી. એટેલે હમેશા લાલચ ન કરતાં સંતોષમાં રહેવું જોઈએ.


Rate this content
Log in

More gujarati story from Girish Chaudhari

Similar gujarati story from Children