બદામથી યાદ શક્તિ વધે???
બદામથી યાદ શક્તિ વધે???


બાળકો : મમ્મી અમારી બદામ હવેથી તું જ ખાઈ લે! તને વધારે જરૂર છે!
મમ્મી : કેમ? હવે એમાંય તમને વઢીને ખવડાવવું પડશે? ખબર છે ને તમને કે બદામથી....
"હા હા.....યાદ શકિત વધે છે! " બંને ટાબરિયાં સાથે બોલ્યા.
બાળકો: એટલે જ તને કહીયે છે કે તું જ ખાઈ લે!, તું જ કહે છે ને કે સામેવાળાની વાત પૂરી સાંભળવાની? આમાં ભુલી ગઇ?
અમને રોજ શીખવાડે છે, કે પોતાના કામ જાતે કરવા! પણ, જયારે રોજ સવારે વહેલી ઉઠી ને બધા માટે ઘરના કામ તો તું જ કરે છે, તો પાછી જાતે કામ કરવાની વાતતો ભુલી જ જાય છે ને?
અમને કહે છે, એકની એક વાત યાદ કર્યા નહીં કરવાની અને પપ્પાને તો તું રોજ જ કહે છે કે વહેલા આવજો વહેલા આવજો!..... નાસ્તો કરી લેજો....... ત્યારે???
અમારા બધા કરતાં વધારે બદામ તો તારે જ ખાવાની જરુર છે!!!!
કારણ કે બદામથી યાદ શક્તિ વધે છે?!?!?!
તને તારી આ વાત તો યાદ છે કે એ પણ, ભુલી ગઇ????????