BHAVISHYA JOSHI

Children Classics Inspirational

4  

BHAVISHYA JOSHI

Children Classics Inspirational

બાજ અને શિયાળ

બાજ અને શિયાળ

2 mins
11.9K


એક મોટું જંગલ હતું. એ જંગલમાં ઘણા પ્રાણીઓ અને પક્ષીઓ રહેતા હતા. તેમાં એક શિયાળ પણ રહેતું હતું. આ જ જંગલમાં એક બાજ પક્ષી પણ રહેતું હતું. આ બાજ પક્ષી અને શિયાળ બે મિત્રો હતા. બંને એકબીજાની સાથે જ રહે અને હરતા ફરતા. પણ શિયાળ સ્વભાવે ભોળું હતું, જયારે બાજ એ સ્વભાવે ચાલક, સ્વાર્થી અને લુચ્ચું હતું.

હવે એકવાર શિયાળએ બે બચ્ચાને જન્મ આપ્યો. બાજની નજર પહેલેથી શિયાળના બચ્ચા પર હતી. તે ગમે તેમ કરી શિયાળના બચ્ચાને ખાઈ જવા માંગતું હતું. એકવાર શિયાળ શિકાર કરવા માટે પોતાની બખોલ છોડીને દુર ગયું. બાજને જોઈતો મોકો માળી ગયો. તેણે શિયાળની બખોલમાંથી એક બચ્ચું ઉપાડી લીધું. પોતાના માળે લઇ ગયું. અને તેનો શિકાર કરી તેને મારીને ખાઈ ગયું.

આ બાજુ શિયાળ ફરીને પાછું આવ્યું. તેને પોતાની બખોલમાં જોયું તો બેમાંથી એક બચ્ચું ગાયબ હતું. તેની શોધમાં જંગલમાં આમ તેમ ફરવા લાગ્યું. ફરતું ફરતું તે બાજના માળા નીચે જઈ પહોચ્યું. ત્યાંથી તેને પોતાના બચ્ચાના હાડકા મળ્યા. શિયાળ આખી વાત સમજી ગયું. કે બાજે જ દગો કરીને મીત્રતાનો ઢોંગ કરી પોતાના બચ્ચાને મારીને ખાઈ ગયો છે. પણ હવે બાજ તો ઝાડ ઉપર ઘાસના માળામાં રહેતું હતું. તેની પાસે પહોંચવું કેવી રીતે.

પણ શિયાળે મનોમન નક્કી કરી લીધું હતું. કે તે પોતાના બચ્ચાના મોતનો બદલો બાજ પાસે જરૂરથી લેશે. એકવાર શિયાળ જંગલ છોડી ગામ બાજુ ગયું. ત્યાં તેને એક ઘરના ચૂલામાં સળગતું લાકડું મળ્યું. લાકડાનો દેવતા લાલચોળ ચમકી રહ્યો હતો. આજે તેને બાજ જોડે બદલો લેવાનું હથિયાર માળી ગયું. તે સળગતા અંગારનું લાકડું લઇ જંગલમાં આવ્યું. અને બાજ પક્ષીના માળાવાળા ઝાડની નીચે મૂકી દીધું. પછી પોતે એક ઝાડ પાછળ સંતાઈ ગયું.

થોડીવાર પછી બાજની નજર આ અંગારાવાળા લાકડા પર પડી. બાજને આમ પણ ચમકતી વસ્તુ વધુ ગમે. તેને કોઈપણ જાતનો વિચાર કર્યા વગર સળગતા અંગરવાળું લાકડું મોમાં ઉઠાવી પોતાના માળામાં લાવીને મુક્યું. હવે બાજનો માળો તો ઘાસનો બનેલો હતો. જેવો અંગારો ઘાસમાં પડ્યો કે બાજનો આખો માળો સળગી જ ગયો. અને માળાની સાથ બાજ પણ સળગીને મરી ગયું.

એટલે જ તો કહેવાયું છે કે જેવું કરો તેવું ભરો.


Rate this content
Log in

More gujarati story from BHAVISHYA JOSHI

Similar gujarati story from Children