બાદશાહનું મૂલ્ય કેટલું ?
બાદશાહનું મૂલ્ય કેટલું ?


એક સમયની વાત છે. દિલ્લીની ગાદી પર અકબર બાદશાહ રાજ કરતાં હતા. તેમના દરબારમાં રતનો સમાન રાજદરબારીઓ હતા. તેમાં બીરબલ નામનો એક પ્રધાન પણ હતો. આ બીરબલ ખુબ જ બુદ્ધિશાળી અને આખાબોલો હતો. તેને કોઈની ખોટી ખુશામત કરવી ગમતી નહિ. તેને ઘણીવાર પોતાની બુદ્ધિના ચમત્કાર દરબારીઓને આપ્યા હતા. એટલે બાદશાહ તેની કદર કરતાં હતા. પણ બીજા દરબારીઓ બીરબલની ઈર્ષા કરતાં હતા.
એક વખતની વાત છે. અકબર બાદશાહ દરબાર ભરીને બેઠા હતા. ત્યારે બાદશાહને મનમાં એક પ્રશ્ન થયો. તેમને દરબારીઓને પૂછ્યું, ‘આ જગતમાં દરેક વસ્તુનું એક મૂલ્ય હોય છે. સાચી વાત ?‘ ત્યારે દરબારી બોલ્યા 'હા મહારજ દરેક વસ્તુનું એક મૂલ્ય હોય છે.’ ત્યારે બાદશાહે કહ્યું, ‘તો મને કહો. મારું મુલ્ય કેટલું ? આ સાંભળીને દરબારીઓ ચિંતામાં પડી ગયા. હવે બાદશાહનું મુલ્ય તો કેટલું કહેવું. જો થોડું કહેવાઈ જાય તો બાદશાહ સજા કરે.
બાદશાહે પૂછ્યું એટલે એક પછી એક દરબારી કહેવા લાગ્યા,
પહેલા દરબારી કહ્યું, ‘જહાંપના, આપનું મુલ્ય તો અમૂલ્ય છે. આ આખી દિલ્લીની ધરતી પર મોતી બિછાવો એટલા મોતી બરોબર આપનું મૂલ્ય છે.'
ત્યારે બીજા દરબારીએ કહ્યું,'ના ના જહાંપના માત્ર દિલ્લી નહિ, આખા હિન્દુસ્તાન પર મોતી બિછાવો એટલું આપનું મૂલ્ય છે.'
ત્યારે ત્રીજા દરબારીએ વધારીને કહ્યું, ‘ના ના જહાંપના માત્ર હિન્દુસ્તાન નહિ, પણ આખી પૃથ્વી પર મોતી બિછાવો તેટલા મોતી બરાબર આપનું મૂલ્ય છે. બાદશાહ તો આબધુ સાંભળીને ફૂલાયે જતા હતાં.
આમ એક પછી એક બધા દરબારી બાદશાહના વખાણ કરતાં હતા. પણ બીરાબલ ક્યારનો ચુપ બેઠો હતો. એટલે હવે બાદશાહે પૂછ્યું, ‘બીરબલ તું કેમ કંઈ બોલતો નથી. તારા માટે મારી કિંમત કેટલી ?'
ત્યારે બીરબલ બોલ્યો 'જહાંપના મારા માટે તો અપની કીમત સવાવાલ સોનામાં પા રાતી ઓછું.’ આ સાંભળી સભામાં સન્નાટો થઇ ગયો. બાદશાહનાનું મુલ્ય એક સવાવાલ સોના બરાબર પણ નહિ ! બધા દરબારી કહેવા લાગ્યા 'આતો બાદશાહનું અપમાન છે. બીરબલને સજા થવી જોઈએ.'
પણ અકબર જાણતા હતા કે બીરબલની વાત એમને એમ હોય નહિ. તેમાં કોઈ તથ્ય જરૂર હશે. એટેલ બાદશાહે બીરબલને કહ્યું, ‘મારું મૂલ્ય સવાવાલમા પા રાતી ઓછું છે. તેવું સાબિત કરો.'
ત્યારે બીરબલે કહ્યું, ‘મહારાજ એક વખત અમારા હિંદુઓ પોતાના ધનથી ભાગવાની મૂર્તિ તોલતા હતા. ઘણું બધું ધન મુકવા છતાં ભગવાનની મૂર્તિ વાળું પલ્લું નીચું જ રહ્યું. હવે બધા હારી ગયા. કેમકે બધું જ ધન આવી ગયું હતું. હવે શું કરવું ? ત્યારે એક ડોસીમા હતા. જે ખુબ ભક્તિભાવવાળા હતા. તેમની પાસે એક સવાવાલ વજનની સોનાની વાળી હતી. તેમણે પોતાની વાળી પલ્લામાં મૂકી તો ભગવાનનું પલ્લું ઊંચે જતું રહ્યું.
એટલે મહારાજ, આખા જગતના પાલનહાર એ ભગવાનનું મૂલ્ય જો સવાવાલ સોનું હોય તો આપ પણ ભાગવાની જેમાં અનેક લોકોનું પાલનપોષણ કરો છો. એટલે આપનું મૂલ્ય એ ભગવાન કરતાં જરાક જ ઓછું એટલે કે સવાવાલ સોનામાં પા રતી ઓછું.
આ સાંભળી બાદશાહ ખુશ થયો. અને બીરબલની ચતુરાઈ બદલ તેને ખુબ મોટું ઇનામ આપ્યું.