STORYMIRROR

Kalpesh Patel

Abstract Drama Inspirational

4.5  

Kalpesh Patel

Abstract Drama Inspirational

અળવીતરો

અળવીતરો

1 min
19

અળવીતરો

ઑફલાઇન થવું ગુનો છે!

(ડિજિટલ યુગનો વ્યંગ)

ઑફલાઇન રહેવું હવે તો ગુનો ગણાય છે,
માણસ જીવે છે કે મરે, એ સ્ટેટસથી મપાય છે!

કોઈ નથી પૂછતું, "કેમ છો? મજામાં?"
બસ, "આટલા સમયથી ઑનલાઇન નહોતા કેમ?" પૂછાય છે!

હૃદયના ધબકારા ભલે એકાદ ચૂકી જાય,
પણ નેટનું કનેક્શન તૂટે તો જીવ અધ્ધર થાય!

માણસની લાગણી કરતાં ડેટાની કિંમત વધી,
વાતો હવે દિલથી નહીં, ઇમોજીથી જ થાય છે!

દુનિયા આખી અળવીતરી, અળવીતરો આ જમાનો,
ઓટલા ઊજડ્યા, સૂના થયા ચોક અને ચોગાન!

ઘરના ખૂણે સૌ કેદ છે, મોબાઇલમાં અડ્ડો જામે,
સામસામે બેઠાં હોવા છતાં ચેટમાં વાતો થાય!

મોઢામોઢ મળવાની મીઠી પળો ક્યાં ખોવાઈ ગઈ?
સ્ક્રીનની ચમકમાં સંબંધોની હૂંફ ક્યાંક ઓગળી ગઈ!

'આઉટલાઇન' થાવ તો ચાલે,
પણ ઑફલાઇન કેમ થવાય?
'જી-ઓ' નથી લાગતું,
આ પ્રશ્નોથી સૌ ગભરાય!

જો ભૂલેચૂકે ઑફલાઇન થાવ,
તો સવાલોનો મારો થાય,
"ક્યાં ગયા હતા જનાબ?" કહી,
આખો સમુદાય અકળાય!

સંબંધો નોટિફિકેશનના સહારે જીવંત રાખવાના,
લાગણીઓ ઇમોજીના ચહેરે વ્યક્ત કરવાના!
સ્ટેટસ, રીલ અને પોસ્ટમાં દિવસ-રાત વીતતા જાય,
આંખોમાં આંખો મેળવી વાત કરવાનો મોકો ચૂકી જાય!

ચાલો, ફોનને કોરણે મૂકી થોડો આરામ ફરમાવીએ,
માણસને માણસ મળવા માટે ફરી ઓટલે આવીએ!

થોડી વાતો દિલથી કરીએ,
થોડી હૂંફ રૂબરૂ વહેંચીએ,
ડિજિટલ અને ડેટાની દુનિયામાંથી
માનવતાને ફરી શોધીએ!

દુનિયા આખી અળવીતરી,
અળવીતરો છે આ જમાનો,
ઑનલાઇન સૌ થઈ ગયા,
ખાલી થઈ ગયું માનવપણું જાણો!



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Abstract