અભણ દીકરા
અભણ દીકરા


એક નાનકડું ગામ હતું. તે ગામમાં અનેક પરિવાર રહેતા હતા. આ ગામમાં એક ડોશીમાં પણ રહેતા હતા. આ ડોશીમાને ચાર દીકરા હતા. ડોશીમાં નાની ઉમરમાં જ વિધવા બન્યા હતા. પણ તેમાં છતાં તેમને હિંમત રાખીને દીકરાઓનું લાલન પાલન કર્યું. સમય જતા દીકરાઓ મોટા થયા. હવે તેમને ભણવા જવાની ઉમર થવા લાગી.
ડોશીમાએ પોતાના સંતાનોને ભણાવવાનો ખુબ જ પ્રયત્ન કર્યો. પણ એક પણ દીકરો ભણવા માટે ગયો નહિ. ડોશીમાને ચિંતા થવા લાગી. મારા દીકરાઓ ભણશે નહિ તો કેમ કરી ચાલશે. તેને પોતાના સંતાનોને ખુબ સમજાવ્યા. પણ કોઈ દીકરા માન્ય જ નહિ. એમ કરતા સમય વીતવા લાગ્યો. દીકરાઓ ઘણા મોટા થયા. હવે તો એમને પરણાવવાની ઉમર થઇ. ડોશી ખંડન હતી. એટલે ગામના જ એક શેઠની ચાર દીકરીઓ સાથે દોશીના દીકરાઓનું સગપણ થઇ ગયું. અને લગ્ન પણ થઇ ગયા. પણ દીકરીઓ હજી નાની હતી. એટલે બે વરસ પછી આણું કરવાનું હતું. આ સમય દરમ્યાન શેઠને ધંધામાં થોડુક નુકાસ્સન આવી ગયું. એટલે શેઠ એ નુકસાનને પૂરું કરવા પોતાના પરિવાર સાથે મુંબઈ રહેવા ચાલ્યા ગયા.
બે વરસનો સમય પૂરો થયો. એટલે મુંબઈથી શેથે ડોશી પર કાગળ મોકલ્યો. હવે મારી દીકરીઓ મોટી થઇ ગઈ છે. તો તમારા દીકરાઓને મુંબઈ મોકલી તમારી વહુઓને તેડી જાઓ. ડોશીમા એ આ કાગળ પોતાના દીકરાઓને આપ્યો. પણ દોશીનનો એક પણ દીકરો ભણ્યો ન હતો. એટલે કાગળ વાંચી શક્યો નહિ. એટલામાં ગામના એક પુજારી આવ્યા. તે ભણેલા ગણેલા હતા. ડોશીમાં એ આ કાગળ એ પુજારી પાસે વંચાવ્યો. પૂજારીએ કહ્યું. તમારા વેવૈનો કાગળ છે. મુંબઈ થી. તમારા વેવાઈએ તમારા દીકરાઓને તેમની વહુઓને તેડી જવા બોલાવ્યા છે.
ડોશીમા તો રાજી રાજી થઇ ગયા. હવે ઘરમાં વહુઓ આવશે. અને ઘરનું બધું કામ કરશે. હવે મારે કોઈ ચિંતા નહિ. હું નિરાંતે ભગવાનની માળા કરીશ. આમ ખુશ થઇ ડોશીમાએ પોતાના દીકરાઓને મુંબઈ જઈ વહુઓને તેડી આવવા કહ્યું. પણ દોશીના દીકરા તો અભણ હતા. તેમને તો ખબર જ ન હતી કે મુંબઈ ક્યાંથી જવાય.તેમને તે બસ કે ગાડીનું બોર્ડ વાન્ચ્ચતા પણ આવડતું નહતું. એટલ;એ માજીએ ગામના એક ભણેલા ગણેલા છોકરાને ચાર ભાઈઓની સાથે મુંબઈ વહુઓને તેડવા મોકલ્યા.
રેલ્વમાં બેસી ચાર ભાઈ મુંબઈ ગયા. સાસરે એ ખુબ આગતા સ્વાગતા કરી. પણ આ બીજો ભાઈ કોણ સાથે આવ્યો છે. તેમ પૂછ્યું. એટલે ચારે ભાઈ લાકાહાર પડ્યા તેમને કહ્યું, ‘અમે ભણેલા ગણેલા નથી. એટલે આ બહિ આમારી મદદ માટે આવ્યા છે. અ સાંભળી શેઠ ગુસ્સે થયા. હું સાવ અભણ લોકો સાથે મારી દીકરીઓને નહિ મોકલું. જાઓ પહેલા ભણી ગણીને લકતા વાંચતા શીખીને આવો. પછી જ મારી દીકરીઓને મોકલીશ. આ સાંભળી ચારેય બહાઈ ગામમાં પાછા આવ્યા. તેમને પોતાની મને બધી વાત જણાવી. ડોશીમાએ પણ કહ્યું, ‘હું તમને કેટલું સમજાવતી હતી. કે ભણો ભણ્યા વગર નહિ ચાલે. પણ તમે મારું માન્યા જ નહિ.
દીકારોને પોતાની ભૂલ સમજી. હવે તમને ભણીને વાંચતા લખતા શીખવાનું નક્કી કર્યું. ગામની શાલમાં રાતે સરકાર ધ્વારા પ્રૌઢશિક્ષણના વર્ગો શરુ કરવામાં આવ્યા હતા. જ્યાં ગામના મોટી ઉમરના અભણ લોકને ભણવવામાં આવતા હતા. આ ચાર ભાઈ પણ રાતે ત્યાં ભણવા જવા લાગ્યા. સમય જતા ચર્ય ભાઈ મન લગાવીને ભણ્યા અને ખુબ હોન્શીત્યાર થઇ. પછી મુબઈ જઈ પોતાની પત્નીઓને લઇ આવ્યા. હવે ડોશીમાના જીવને પણ શાંતિ થઇ.