STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational

આશા જાગરણની

આશા જાગરણની

1 min
27.3K


ઘડી એકાંતના આનંદની અલબેલી હોય છે 

અને આશા એક જાગરણની સુતેલી હોય છે 

હોતા નથી પગલાં કોઈનાં અનંતની રાહમાં 

તોય બે સ્પંદનો વચ્ચે અદ્રશ્ય કેડી હોય છે 

ને ગમે ત્યાં ઉગી જવાની આશા હોય જયાં 

જમીન ત્યાં નિખાલસતાથી ખેડેલી હોય છે 

ખિલાવટના રવાડે ચડેલા જીવન વૃક્ષમાં 

દરેક ડાળખી ફૂલ ને ફળથી લચેલી હોય છે 

અને શુષ્ક પર્ણો ચંચળતાના ખરી ગયા પછી 

વૈભવી વસંતે મનની કોયલ બોલતી હોય છે 

હયાતીના અસ્તિત્તવની પેલે પાર જોઈ લો 

શૂન્યતાના પુષ્પોની સુગંધ ફેલાયેલી હોય છે 

"પરમ" સન્નાટાના સમૃદ્ધ સામ્રાજ્યમાં પછી 

"પાગલ" જાત મારી શાંતિથી ઘેરાયેલી હોય છે


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Inspirational