Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others Romance

2.5  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others Romance

સ્થિતિ

સ્થિતિ

1 min
8.3K


આ કેવી સ્થિતિ છે ?

તારી યાદની સઘનતા અને એની સાથે મારી આ ઉથલી ઉથલી શ્વાસોનો રાસ..અને અચાનક આ ઓગળી ને વહી જતી લાગણીઓ ને એ પ્રવાહમાં મારૂં વહેવુ મને ક્યાં લઈ જશે ?

તારી હયાતીના અફાટ સમુદ્ર તરફ મારી અસ્મિતાની ક્ષણભંગુર જીવન સરિતાનું તારા તરફ સરકવુ. તારી સાથે એકરૂપ થવાની મારી આ ઘેલછા.

આ ગાંડપણ. આ તાલાવેલી. આ આતુરતા. એમ લાગે છે કે મારૂં સમર્પણ તો ત્યારે જ પુરૂં થશે જ્યારે હું સંપૂર્ણ તને અર્પણ ન થઈ જાવ. તારા ઈશારા જ્યારે પામુ છું ત્યારે એક એક શ્વાસની સાર્થકતા સમજાય છે..

અને જ્યારે તું બેબૂઝ કોયડો બનીને મારી હયાતીમાં એક વિશાળ પ્રશ્નાર્થ બનીને છવાઈ જાય છે. ત્યારે તું જ ઉકેલ બનીને મારી બે ધડકન વચ્ચે ખામોશ ખાલીપો બનીને મને સાનમાં સમજાવીને આગળની શ્વાસ રૂપે મારાંમા ધૈર્ય બનીને પલાંઠી વાળીને તું કેવો બેસી જાય છે !

ને હું જોયા કરૂં છું આ બધું જ દૂર હટીને.

બસ એક કોઈના પ્રેમમાં હોવ છું ને ત્યારે એ પ્રેમીમાં તારૂં સોંદર્ય નિરખતી વેળા એ સાક્ષી ભાવ કોણ જાણે ક્યાં વિલિન થઈ જાય છે ?

પણ પછી બધું જ તારી મરજીથી થઈ રહ્યું હોય એમ સમજાય ત્યારે જેને નિરખું છું એ અને જે નિરખે છે તે તારા જ અલગ રૂપ છે.

એવી પ્રતિતિ કરાવીને ખુશીથી મારી ભીંજાયેલી આંખોને હસાવીને તું ક્યારે અદ્રશ્ય થઈ જાય છે એની ખબર જ નથી પડતી.

આ બધું ક્યારે શાંત થશે ?

તારે ભરોસે શ્વાસોની ખો ખોની રમત આગળ ચાલું જ છે.


Rate this content
Log in