STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others Romance

2  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Others Romance

આદિમ ચીસ

આદિમ ચીસ

1 min
3.8K


તને પામવા માટે મારી એક આદિમ ચીસ આ તારા ફૂલોના નગરમાં જન્મો પહેલા ભૂલી પડી હતી. એ પૂરી થાય ત્યાં સુધીમાં એ શાશ્વત સુગંધમાં ભળીને અસ્તિત્વમાં ફેલાઈ ગઈ. તું તારા અંત:કર્ણનો વિસ્તાર એટલો વધારી દે, કે એ ફેલાયેલી ચીસના પાવન તરંગો તારા માનસ પટલ ઉપર તું ઝીલીને તને મહેસૂસ થાય. તું તારી ઓળખ ગુમાવી દે. તો એ ખામોશ પુકાર સ્પષ્ટ સંભળાય. મારી એ આદિમ ચીસનું એ સમયે અસ્તિત્વમાં વિલીન થઈને અહીં સુધી પહોંચવું. સમયના પ્રવાહમાં કેટલાયે ઘાટો પખાળીને અંતે ફૂલોમાં સંગ્રહિત થઇ ને તારા હાથે શ્રી પ્રભુ ચરણો સુધી પહોંચવું એ યોગાનુયોગ તો ન જ હોય.

ખીલવું, મૂરઝાવું, ફરી ખીલી જવું, આ મહેકતા ચક્રમાં શ્વાસ લઈ રહી તારી હાજરી. આ અનુભૂતિ માત્રથી મારી આંખોમાંથી તારું છલકાઈ જવું. અને વદન ઉપર સસ્મિત શરમાળ રેખાઓ બની તારું ચિતરાઈ જવું. આ "પરમ"પળ માં તારી હયાતી નો અનુભવ અને મારું "પાગલ"પન. મને એક જીવન ઓછું પડે એવી પ્રતીતિ કરાવી જાય છે.


Rate this content
Log in