આળસુ મોચી
આળસુ મોચી


ઘણા વરસો પહેલાની આ વાત છે. એક નાનકડું ગામ હતું.. આ ગામમાં દરેક પોતાનો વારસાગત વ્યવસાય કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. ઘણાં માટલા બનવાનું કામ કરતા. સુથાર વિવિધ વસ્તુઓ બનાવતા. દરજી કપડા સીવતા. લુહાર ખેતીના ઓજાર બનાવતા.
આ ગામમાં એક મોચી પણ રહેતો હતો. તેની પરિસ્થિતિ ખુબ જ ગરીબ હતી. તે ચંપલનું કામ કરતો હતો. ગામના લોકો તેની પરિસ્થિતિ જોઈ તેના પ્રત્યે સહાનુભુતિ રાખતા હતા. મોટાભાગના લોકો તેની પાસે જ પોતાના જૂતા બનાવડાવતા જેથી એની રોજી રોતી મળી રહે. આ મોચીમાં એક દુર્ગુણ. તે ખુબ જ આળસુ હતો.
મોચી આખો દિવસ કામ કરવાને બદલે બેસી રહેતો અને બીડી પીધા કરતો. લોકો તેની પાસે કામ કરાવવાવા આવે ત્યારે તે વાયદો કરતો કે અમુક વારે આવી તમારા ચંપલ લઇ જજો. પછી મોચીના વાયદા મુજબ ચંપલ લેવા જાય ત્યારે ચંપલ તૈયાર જ ન હોય. એટલે વળી પાછો નવો વાયદો કરે.
આમ લોકોને તેની પાસે કામ કઢાવવામાં ઘણા ધક્કા ખાવા પડતા હતા. વારંવાર આવું બનવાથી લોકો આ મોચીથી કંટાળી ગયા. અને તેને ત્યાં જવાનું ઓછું કરી દીધું. ગામમાં એક બીજો મોચી હતો. તેનું કામકાજ સારું હતું. તે લોકોને બરાબર વાયદા મુજબ જ કામ કરી આપતો હતો. એટલે હવે લોકો આ નવા મોચીની પાસે કામ કરાવવા લાગ્યા. આમ ઘરાકી તૂટી જવાથી પેલો ગરીબ મોચી વધુ ગરીબ બન્યો. એટલે તેને પેલા નવા મોચી પાસે જઈને તેની સાથે ઝઘડો કર્યો કે, ‘તું મારા ઘરાકોને લાલચ આપીને ફોસલાવીને લઇ જાય છે. આમ બંને મોચી ઝઘડવા લાગ્યા.
આ બંને મોચી ઝઘડતા હતાં ત્યારે એ ગામના સરપંચ ત્યાંથી નીકળ્યા. તેમને બંને ને શાંત કર્યા અને ઝઘડવાનું કારણ પૂછ્યું. ત્યારે પેલા જુના મોચીએ કહ્યું;સરપન્ચ્જી આ મોચી મારા ઘરાકોને મારાથી છીનવી રહ્યો છે.’ સરપંચ આખી પરિસ્થિતિ જાણતા હતા. સરપંચે જુના મોચીને સમજાવ્યું કે, ‘ભાઈ કોઈએ તારા ઘરાક છીનવ્યા નથી. પણ તારી આળસને લીધે તું લોકોનું કામ સમય મર્યાદામા પૂરું કરતો નથી. વળી લોકોને ધક્કા ખાવા પડે છે. એટલે લોકો તારાથી કંટાળી ગયા. અને તારે ત્યાં આવતા બંધ થઇ ગયા.
હવે પેલા મોચીને પોતાની ભૂલ સમજાઈ.આથી બોધ મળે છે કે એક વેપારીએ પોતાના ઘરાકને હંમેશા સંતુષ્ટ રાખવા જોઈએ. ઘરાક ભગવાન કહેવાય છે.