Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bharat Thacker

Abstract Tragedy

4.5  

Bharat Thacker

Abstract Tragedy

વિયોગનો યોગ

વિયોગનો યોગ

1 min
387

તારા વિરહનો, તારા વિયોગના યોગનો અંધકાર ભર્યો વિસ્તાર છે

થઈ ગઈ જ્યારથી જુદી તું, ત્યારથી જિંદગી મારી તાર તાર છે,

તારી યાદો, તારી સ્મૃતિ જ રમ્યા અને ભમ્યા કરે છે મારા ચિત્તમાં

તને નથી પામી શક્યો, જિંદગી એ જાણે મને ઠેરવ્યો ગુનેગાર છે,

કેટલું એ સમજાવ્યું છે આ આંખોને કે એ હવે નહીં આવી શકે

સમજતી નથી આ નાદાન આંખો એ તો બસ કરે ઈન્તઝાર છે,

આ કઈ રીતનો વિયોગ પામ્યો છે અમારી કિસ્મતે

આંખ મીંચુ અને એમના ચહેરાનો થાય સાક્ષાત્કાર છે,

કોણે કહ્યું કે પડઘા પડઘાતા હોય છે માત્ર પહાડો પર

ક્યારેક ઝાંકો આ દિલમાં, તમારી યાદોનો પડઘાતો પોકાર છે,

આ જિંદગી કઈ જાતની રમાડી રહી છે મને અંતાક્ષરી

દરેક ગીત આવે છે વિયોગનું, વાગે તારા વિરહની સીતાર છે.

Rate this content
Log in

Similar gujarati poem from Abstract