STORYMIRROR

Neha chaudhari

Romance

4  

Neha chaudhari

Romance

તું સાથે હોય તો

તું સાથે હોય તો

1 min
283

સૂર્યાસ્તના ઢળતાં પોપચા વચ્ચેથી જયારે,

રાત આળસ મરડીને બેઠી થઈ રહી હોય.


આવા સમયે તારા હાથમાં મારો હાથ હોવો, 

જાણે નવા પ્રણયની શરૂઆત થઈ રહી હોય.


નિ:શબ્દ બનીને જોતા રહીએ એકમેકને,

જ્યારે ચાર આંખો સઘળું કહી રહી હોય.


ઘૂંટાતા રહે છે ધીમે ધીમે રંગો મિલનના,

લાગે છે એક સાંજ ગુલાબી થઇ રહી હોય.


ભૂલી જાઉં છું ત્યારે હું મારાં અસ્તિત્વને,

સાંનિધ્યમાં જ્યારે તારા ઓગળી રહી હોય.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Neha chaudhari

Similar gujarati poem from Romance