સંઘર્ષો
સંઘર્ષો
સંઘર્ષોના મહાસમરમાં
પ્રત્યેક ક્ષણે પોતે લડતો હું,
સંસારના અવરોધોથી ઝઝૂમતો
સંઘર્ષોથી ક્યારેય ન ગભરાતો હું.
ચક્રવ્યુહમાં ફસાયેલા અભિમન્યુ સમો
ધૈર્યથી લક્ષ્ય ભેદતો હું,
હતપ્રભ શ્વાસોને શમાવીને
વિશ્વાસની રાહ સંકારતો હું.
સ્વાર્થના બંધનોમાંથી અસહજ
મારું પીછું છુટાવતો હું,
સમયના કુચક્રમાં ઘેરાયેલો
તો પણ હાર ન માનતો હું.
'હર્ષદ' બની જીવનસંગ્રામમાં
હજીયે અવિચલ ચાલતો હું.
