STORYMIRROR

NIKETA TURI

Inspirational

4  

NIKETA TURI

Inspirational

શિક્ષક ગરિમા

શિક્ષક ગરિમા

1 min
617

નાત જાત ધર્મથી પણ જે આગળ સદાય રહે,

એવાં ગરિમાગાન જેનાં થાય એ ક્ષેત્રમાં છું હું,

ગર્વથી કહો, હું શિક્ષક છું.


કડક, કઠોર વર્તન પાછળ કોમળ મન રાખીને,

નાજુક હથેળીઓનાં ભવિષ્યનું ધ્યાન રાખું છું,

ગર્વથી કહો, હું શિક્ષક છું.


સમસ્યાઓને દાબમાં ભરી હસતાં મુખે રહું છું,

પણ ભૂલકાનાં ભાવિને સજાવવાનું કાર્ય કરું છું,

ગર્વથી કહો, હું શિક્ષક છું.


જૂની સંસ્કૃતિ સાચવી નવી ટૅકનોલોજી અપનાવું છું,

દેશનો વારસો એવી રીતે વિજ્ઞાન સાથે હું જાળવું છું,

ગર્વથી કહો, હું શિક્ષક છું.


ફાઈલો, પરિપત્રો, કાગળોના અનેક કામ વચ્ચે પણ,

વિદ્યાર્થીનાં જીવનની ભણવાની પળો હું સાચવું છું,

ગર્વથી કહો, હું શિક્ષક છું.


ગામઠી બોલી વચ્ચે તત્સમ-તદભવ સમજાવું છું,

અપાર મુશ્કેલીઓ વચ્ચે માતૃભાષાનું માન જાળવું છું,

ગર્વથી કહો, હું શિક્ષક છું.


કામ-કાજ સૌ નિષ્ઠાપૂર્વક કર્યા પછી પણ,

મ્હેણાં-ટોણાં સાંભળવા પણ તૈયાર રહું છું,

ગર્વથી કહો, હું શિક્ષક છું.


નિકેતા, મહેનત કરી શિક્ષણનું મહત્ત્વ રાખું છું,

ગુરુદેવનાં પદનું માન હું આ જ રીતે સંભાળું છું,

ગર્વથી કહો, હું શિક્ષક છું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational