Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Chirag Zavar

Inspirational

4  

Chirag Zavar

Inspirational

સાગરની ફરિયાદ

સાગરની ફરિયાદ

1 min
321


સાગરની સંપત્તિ ચોરી, વાદળ બહુ હરખાવે છે,

કુદરતને થઈ ફરિયાદ, પવનને પાછળ દોડાવે છે.

 

કહ્યું ના માનતા પવનનું, પર્વત આંખ બતાવે છે,

તો કરી ગર્જના મોટેથી, પર્વતને દબાવે છે.

 

દુઃખ પર્વતનું જોઈ કુદરત, ઈન્દ્રને મોકલાવે છે,

સાત રંગો સહિત ઈન્દ્ર, પોતાનું ધનુષ ચઢાવે છે.

 

રસ્તો ન રહ્યો વાદળને હવે, પોતાની ભૂલ ખમાવે છે,

ચોરી આણેલું બધું જ જળ, ધરતી પર વરસાવે છે.

 

સંદેશો મોકલી નદીને, પાણી દરિયાને મોકલાવે છે,

એક નાની ફરિયાદ થકી, કુદરત ન્યાય અપાવે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational