STORYMIRROR

Mamta Pandya

Abstract

4  

Mamta Pandya

Abstract

સાગર

સાગર

1 min
363

જો ને આ સાગર પણ કેટલા આવરણ રાખે છે,

જાવ પેટાળ સુધી જોવા શું અંદર ભરી રાખે છે,


જીવસૃષ્ટિ કેવી છે અનેરી સાગરની અંદર,

લગાવું ડૂબકી ને ભરું એ દૃશ્ય મનની અંદર,


થાવ હું મરજીવો ને શોધુ મોતી છીપ મહીં,

મોતી શોધતા જડી જાય જો તળિયું સાગરનું અહીં,


શીખવ્યું છે આ દરિયાએ ઊંડાઈ કેરું મહત્વ,

છીછરાં પાણીમાં મળે નહીં સુંદરતાનું સત્વ,


દરિયાએ ઓઢ્યું છે લહેરોનું આવરણ,

આંખોથી છલકે છે ખારા આંસુઓનું તોરણ,


કેટલા પહેર્યા છે માનવી તે ચહેરા પર આવરણ,

એક હટાવે ને એક લગાવે થાકે નહિ તારું શાણપણ.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Mamta Pandya

સાગર

સાગર

1 min વાંચો

Similar gujarati poem from Abstract