સાચી ઝિંદગી
સાચી ઝિંદગી
જે જોતું છે એ મળતું નથી અને,
જે નથી જોતું એ બધું જ મળે છે !
હવે શીખવાનું એ જ છે જે મળે છે,
એની સાથે કઈ રીતે લાઈફ જીવવી.
તકરાર રોજ કોઇકને કોઇક સાથે થઈ જાય છે,
પણ સેજ પણ એનર્જીનો બગાડ કર્યા વગર લાઈફ જીવું છું,
ખબર જ છે આજે નહિ તો કાલે એ સાથે નહિ જ હોય,
તો અત્યારે જ એનાથી દુર રહીએ.
લાઈફ જીવવાનું એક સૌથી મોટું મહત્વ,
મમ્મી પપ્પાને આપી દીધું છે, કારણ કે,
હવે ખબર પડવા લાગી છે કે કોઇ સાથે હોય કે ન હોય,
તો પણ એ આપણી સાથે જ હશે.
કોલેજ સુધીનું ભણી લીધું છે હવે,
રીયલ લાઈફનું ભણતર જાતે જ શીખવાનું છે,
એ ભણેલું ક્યાંક જ સાથે આવશે,
બીજું બધુંજ હવે શીખીશુ.
લાઈફના થોડા ઘણા નિર્ણયોનો આધાર,
બીજા પર જ રાખ્યો હતો, હવે શું કરશું ? કેમ કરશું ?
પણ હવે એ બધાં જ નિર્ણયો,
જાતે લેવાનો સમય આવી ગયો છે.