રહયું નથી..
રહયું નથી..
હવે કાંઇ એવુ રહયું નથી,
મકાન નવા જેવુ રહયું નથી.
ઉભા છે બારણા હજુ અઙિખમ,
બસ બારસાખ જેવુ રહયું નથી.
સંભળાવી દે, વાર્તા આખા જગને,
ભીંતને કાઇ કાન જેવુ રહયું નથી.
ચિતરેલા માેરલા ભલે ટહુકે વગઙે,
અહિ કાંઇ કાન જેવુ રહયું નથી.
ફરી જશે વેળા એકલી બારણેથી,
હવે કાઇ ઉંબરા જેવુ રહયું નથી..
