STORYMIRROR

Lok Geet

Classics

0  

Lok Geet

Classics

રાધકા રંગભીની

રાધકા રંગભીની

1 min
245


ભીની મેંદીનો રંગ લાગ્યો રૂડો હો રાધકા રંગભીની

તારા માથાનો અંબોડો હો રાધકા રંગભીની જાણે છૂટ્યો તેજીનો ઘોડો હો રાધકા રંગભીની

ભીની મેંદીનો રંગ લાગ્યો રૂડો હો રાધકા રંગભીની

તારી આંખ્યુંનાં ઉલાળા હો રાધકા રંગભીની જાણે દરિયાનાં હીલોળા હો રાધકા રંગભીની

ભીની મેંદીનો રંગ લાગ્યો રૂડો હો રાધકા રંગભીની

તારા નાકડિયાની દાંડી હો રાધકા રંગભીની જાણે દીવડીએ શગ માંડી હો રાધકા રંગભીની

ભીની મેંદીનો રંગ લાગ્યો રૂડો હો રાધકા રંગભીની

તારા હાથની હથેળી હો રાધકા રંગભીની જાણે બાવલપરની થાળી હો રાધકા રંગભીની

ભીની મેંદીનો રંગ લાગ્યો રૂડો હો

રાધકા રંગભીની

તારા હાથની આંગળિયું હો

રાધકા રંગભીની

જાણે ચોળામગની ફળિયું હો

રાધકા રંગભીની

ભીની મેંદીનો રંગ લાગ્યો રૂડો હો

રાધકા રંગભીની

તારા પેટડિયાનો ફાંદો હો

રાધકા રંગભીની

જાણે ઊગ્યો પૂનમચાંદો હો

રાધકા રંગભીની

ભીની મેંદીનો રંગ લાગ્યો રૂડો હો

રાધકા રંગભીની

તારા વાસાંના વળાંકો હો

રાધકા રંગભીની

જાણે સરપનો સડાકો હો

રાધકા રંગભીની

ભીની મેંદીનો રંગ લાગ્યો રૂડો હો

રાધકા રંગભીની


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics