Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kamlesh Makwana

Classics Tragedy

4  

Kamlesh Makwana

Classics Tragedy

પ્રેમ અનહદ પણ મળે

પ્રેમ અનહદ પણ મળે

1 min
13.4K


જે તરફથી પ્રેમ અનહદ પણ મળે.

પાડવા ના ત્યાં જ કાસદ પણ મળે.


હોંશિયારી ઘાસ કાપે, ને વળી,

હોય ના લાયક અને પદ પણ મળે.


થાક જેવું લાગશે મનને ય જ્યાં,

ફાવશે એવી જ ફુરસદ પણ મળે.


લાખ કોશિશ બાદ મળતુું ફળ નથી

હા, બગાસું ખાઇ, મકસદ પણ મળે.


યાદ કરતા હોય કાયમ જેમને,

આવતા સામે જ ગદગદ પણ મળે.


છેતરી જાશે છું ભોળો એટલો,

આમ ઈરાદા હવે બદ પણ મળે.


આમ તો સૂરજ તિમિર નાશક, ખરો.

માંહ્ય અંધારું જ ખદબદ પણ મળે.


આથમીને થાકવાનું ક્યાં સુધી?

ને ક્ષિતિજની કોઇ સરહદ પણ મળે.


આંખ સૌની ભીંજવીને જાય તું,

ને "કમલ" એવી જ રુખસદ પણ મળે.


Rate this content
Log in

Similar gujarati poem from Classics